જમ્મુ- કાશ્મીરમાં ભાજપ વિના સરકાર બનાવવાની તૈયારીઓ થઈ રહી છે.

0
934
IANS

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, પીડીપી, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ કાશ્મીરમાં સરકારની રચના કરવલા બાબત પરસ્પર ચર્ચા- વિચારણા કરી રહયા છે. ભાજપ પીડીપીમાંથી પક્ષાંતર કરનારા વિધાન સભ્યોની મદદથી પોતાના સાથીદાર સજ્જાદની પાર્ટી પીપલ્સ કોન્ફરન્સના નેતૃત્વમાં સરકાર રચવાનો પ્રયાસ કરી રહી છે. પીડીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર રચી શકે એમ છે , જયારે નેશનલ કોન્ફરન્સ સરકારમાં જોડાયા વિના બહારથી ટેકો આપે એવી સંભાવના છે. પીડીપી અને કોંગ્રેસ 2002 થી 2007 સુધી રાજ્યમાં સરકાર બનાવી ચુકી છે. માત્ર ભાજપને સત્તાથી દૂર રાખવાના એકમાત્ર આશયથી એકમેકને વિરોધી રાજકીય પક્ષો નેશનલ કોન્પરન્સ અને પીડીપી એકસાથે ગઠબંધન કરી શકે એવું માનવામાં આવી રહ્યું છે. પીડીપી પાસે 28 વિધાનસભ્યો છે, નેશનલ કોન્ફરન્સ પાસે 15 વિધાનસભ્યો અને કોંગ્રેસ પાસે 12 વિધાનસભ્યો છે. ત્રણે પક્ષો પાસે મળીને કુલ 44 વિધાનસભ્યો છે. જે જરૂરી બહુમત કરતાં વધારે છે.