જમ્મુ- કાશ્મીરમાં ફરી છ મહિના માટે રાષ્ટ્રપતિનું શાસન લાદવામાં આવ્યું.

0
761

દેશની લોકસભાએ જમ્મુ- કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનની સમય અવધિ ચ મહિના વધારી દીધી હતી. રાજ્યમાં ગત ડિસેમ્બર, 2018થીા રાષ્ટ્રપતિનું શાસન લાદવામાં આવ્યું હતું. જમ્મુ- કાશ્મીરમાં રાષ્ટ્રપતિનું શાસન વધારી દેવાના પ્રસ્તાવ લોકસભામાં મંજૂર કરાયો હતો. ે ઉપરાંત લોકસભામાં જમ્મુ- કાશ્મીર આરક્ષણ (સંશોધન) વિધેયક 2019 પણ મંજૂર કરવામાં આવ્યું હતું. લોકસભામાં નવા વરાયેલા ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, હાલમાં જમ્મુ- કાશ્મીરમાં વિધાનસભા અસ્તિત્વ ધરાવતી નથી. ઈલેકશન કમિશને તમામ રાજકીય પક્ષો અને કેન્દ્ર તેમજ રાજયના પ્રશાસન સાથે વિચાર- વિમર્શ કર્યા બાદ જ નિર્ણય લીદો હતો કે. જમ્મુ- કાશ્મીરમાં આવરસના અંતમાં જ ચૂંટણીઓ યોજી શકાશે.એવાતને લક્ષમાં રાખીને રાષ્ટ્રપતિના શાસનની સમય- અવધિ વધુ છમહિના માટે વધારી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યની વિધાનસભામાં કોઈ પણ પક્ષની બહુમતાી નહિ હોવાને કારણે વહીવટીતંત્રની સલામતી તેમજ યોગ્ય વ્યવસ્થા જાળવવા માટે ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. ઉપરોક્ત નિર્ણયનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના સાંસદોને જવાબ આપતા અમિત શાહે કહ્યું હતું કે,છેલ્લા એકવરસથી રાજ્યમાં રાષ્ટ્રપતિનું શાસન છે. રાજ્યમાં પીડીપી- ભાજપની સરકાર  તૂટી પડી ત્યારબાદ આ પરિ્સ્થિતિ ઊબી થી હતી. બંધારણની ધારા 356ની જોગવાઈનો કુલ 132 વાર અમલ કરવામાં આવ્યો હતો, જેમાં 93 વખત કોંગ્રેસની સરકારે જ એનો ઉપયોગ કર્યોહતો. આથી કોંગ્રેસે ભાજપને લોકતંત્રના પાઠ શીખવાડવાની જરૂરત નથી. ભૂતકાળમાં કોંગ્રેસે ચૂંટાયેલી રાજ્ય સરકારોને બરખાસ્ત કરી હતી.ભાજપ એવું કરતો નથી. અમે રાજકીય લાભ માટે આવું૆ પગલું લીધું નથી.