જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યા વધીઃ ૧.૬૨ કરોડ લોકોઍ મુલાકાત લીધી

 

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે. દાલ લેકમાં પણ પ્રવાસીઓની સંખ્યા વધી છે. જેના કારણે હાઉસબોટના માલિકોને સારી આવક થઇ છે. હોટેલના માલિકો પણ ખુશ છે. હોટેલ માલિકોના જણાવ્યા અનુસાર દિલ્હી, સુરત અને કોલકાતા સહિતના ભારતના મોટા ભાગના વિસ્તારોમાંથી પ્રવાસીઓ જમ્મુ-કાશ્મીર આવી રહ્નાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાંથી કલમ ૩૭૦ દૂર કરવામાં આવ્યા પછી અનેક અનિડ્ઢિતતાઓ હતી. ત્યારબાદ કોરોનાને કારણે પ્રવાસ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હતો. જો કે ચાલુ વર્ષે પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. જાન્યુઆરીથી  અત્યાર સુધીમાં ૧.૬૨ કરોડ લોકોઍ રાજ્યની મુલાકાત લીધી છે.