જમ્મુ -કાશ્મીરમાં પીડીપી અને ભાજપનું ગઠબંધન તૂટ્યું- ભાજપે પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું..

0
749

જમ્મુ -કાશ્મીરમાં પીડીપી અને બીજેપી વચ્ચેનું ગઠબંધન તૂટી ગયું છે. ભાજપે પોતાનું સમર્થન પાછું ખેંચી લેતા હાલની જમ્મુ – કાશ્મીરની સરકાર સામે જોખમ ઊભું થયું છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે એવી ઘોષણા કરી હતી કે, રાજ્યમાં હિંસા અને આતંકવાદની ઘટનાઓની સંખ્યા વધી રહી છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે. આવા માહોલમાં મહેબૂબા મુફતીની આગેવાની હેઠળની જમ્મુ- કાશ્મીરની સરકારને સમર્થન આપવું એ ભાજપ માટે શક્ય નથી. રાજયમાં વ્યવસ્થા અને શાંતિનું વાતાવરણ સ્થાપવામાં પીડીપીની સરકાર નિષ્ફળ નીવડી છે. દિનપ્રતિદિન હિંસાના બનાવો વધતા રહ્યા છે. લોકોના મૂળભૂત અધિકારો સામે જોખમ ઊભું થયું છે. તાજેતરમાં પત્રકાર શુજાત બુખારીની કરાયેલી હત્યાનું ઉદાહરણ આપીને રાંમ માધવે જણાવ્યું હતું કે, રમજાનના પ્રસગે કાશ્મીરમાં આતંકીઓ વિરુધ્ધ કેન્દ્રસરકારના અબિયાન એપરેશન બ્લેકઆઉટની જાહેરાત કરી હતી. પરંતુ એની કોઈ સકારાત્મક અસર પડી શકી નહોતી. આ સમયગાળામાં પથ્થરબાજી અને હિંસાના બનાવો ઓછા થવાને બદલે વધુ પ્રમાણમાં બન્યા હતા. શ્રીનગરમાં જાણીતા પત્રકાર શુજાત બુખારીની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ સરકારે સંઘષર્વિરામને પરત ખેચી લઈને આતંકવાદ સામે કડક હાથે કામ લેવાનો  નિર્ણય લીધો હતો. જે મહેબૂબા મુફતીને ગમ્યો નહોતો. તેઓ હજી સંઘર્ષવિરામની સમયમર્યાદામાં વધારો કરવાના પક્ષમાં હતા.

  જમ્મુ- કાશ્મીરની વર્તમાન સરકારે કાશ્મીરની પ્રજા માટે વધુ લાભદાયક યોજનાઓ અમલમાં મૂકી હતીઅને જમ્મુ પ્રત્યો ભેદભાવભર્યું વલણ દાખવ્યું હતું.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મંગળવારના દિવસે પોતાના નિવાસસ્થાને એક બેઠક યોજી હતી. જેમાં જમ્મુ – કાશ્મીરની રાજકીય પરિસ્થિતિની સમીક્ષા અને સરકારની કામગીરી વિષે ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી. ઉપરોક્ત બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાળ તેમજ જમ્મુ- કાશ્મીર ખાતેના પક્ષીય નેતાઓ અને જમ્મુ- કાશ્મીરના ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈના  તેમજ પાર્ટીના મહાસચિવ અશોક કૌલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

   ભાજપે પોતાનો ટેકો પાછો ખેંચી લીધા બાદ જમ્મુ- કાશ્મીરના મુખ્યપ્રધાન મહેબૂબા મુફતીએ પોતાની સરકારનું રાજીનામું આપી દીધું હતું,.