જમ્મુ- કાશ્મીરમાં પરિસ્થિતિ હવે સામાન્ય બની ગઈ છેઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું નિવેદન

0
1119

જમ્મુ- કાશ્મીરમાં પરિસ્થિતિ રાબેતા મુજબની બની ગઈ હોવાનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું. તેમમએ રાજ્યસભામાં સાંસદો દ્વારા પૂછવામાં આવેલા સવાલોનાં ઉત્તર આપતાં જણાવ્યું હતું કે, જમ્મુ- કાશ્મીરમાં હવે જનજીવન રાબેતા મુજબનું થઈ ગયું છે. પરિસ્થિતિ સામાન્ય બની રહી છે. તયાં તમામ શાળાઓ, હોસ્પિટલો અને અદાલત સહિત તમામ સરકારી ઓફિસો સમયાનુસાર વ્યવસ્થિત કામકાજ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, જમ્મુ- કાશ્મીરમાંથી વિશેષ રાજ્યનો દરજ્જો છિનવી લીધા બાદ ત્યાં લોહીની નદીઓ વહેશે એવું ગૃહના સદનમાં કહેવામાં આવ્યું હતું. પાંચ ઓગસ્ટથી અત્યાર સુધીમાં હજુ સુધી પોલીસ ગોળીબારમાં જમ્મુ- કાશ્મીરના એક પણ નાદરિકનું મૃત્યુ થયું નથી. હિંસા કે ઉશ્કેરણીની કોઈ ઘટના બની નથી. જયાં સુધી ઈન્ટનેટ સર્વિસ પુન શરૂ કરવાનો મુદો્ છે, તે માટે થોડી રાહ જોવી પડશે. આગામી સમયમાં ઈન્ટરનેટ સેવા પણ થયાવત શરૂ કરી દેવામાં આવશે. હૈાલમાં અનિવાર્ય કામો માટે 10 જિલ્લાઓમાં ટર્મિનલ કામગીરી બજાવી રહ્યા છે. 

    ગૃહપ્રધાને સાંસદના આરોગ્ય અને દવાઓના પુરવડા બાબત પૂછવામાં આવેલા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, જમ્મુ- કાશ્મીરના પ્રદેશમાં દવાના પુરવઠાની કોઈ કમી નથી. ત્યાં તમામ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ છે. હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો યોગ્ય કામગીરી બજાવી રહ્યા છે. દવાઓ માટેની મોબાઈલ વાનનું પણસંચાલન કરવામાં આવી રહ્યું છે. શ્રીનગર શહેરની હોસ્પિટલમાં ઓપીડીમાં સપ્ટેમ્બર મહિનામાં 60 લાખ, 67 હજાર અને ઓકટોબર મહિનામાં 60 લાખ , 91 હજાર દર્દીઓની સારવાર કરવામાં આવી હોવાના સત્તાવાર આંકડા ઉપલબ્ધ બન્યાં છે. જો જમ્મુ- કાશ્મીરમાં કોઈ વ્યક્તિને અપૂરતી સારવાર મળતી હોવાની માહિતી કોઈને મળે તો તે સીધો ગૃહપ્રધાન અમિત શાહનો સંપર્ક કરીને વાત કરી શકે છે. અમિત શાહે એવાતની પૂરી ખાત્રી આપી હતી કે, ફરિયાદ મળ્યા બાદ એઅંગે તરત જ કાર્યવાહી કરવામાં આવશે. 

  કોંગ્રસી સાંસદ ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે, પાંચ ઓગસ્ટથી સ્કૂલ અને કોલેજમાં વિદ્યાર્થીની સંખ્યા નહીવત થઈ ગઈ છે. ઈન્ટરનેટ ચાલતું નથી. જેને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસને માઠી અસર થઈ રહી છે.  ગુલામ નબી આઝાદને ઉત્તર આપતાં ગૃહપ્રધાન અમિત સઆહે જણાવ્યું હતું કે, આતંકવાદી ઘટનાઓ અને સુરક્ષાના કારણોસર ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.લોકોના જનમાલની સરકારને ચિંતા છે. જેને કારણે સુરક્ષા કાતર કેટલાક પ્રતિબંધ લાદવાનું અનિવાર્ય બન્યું હતું. સ્થાનિક વહીવટીતંત્ર તરપથી જયારે પણ પરિસ્થિતિ સાનુકૂળ બનશે ત્યારે ઈન્ટરનેટની સગવડ ફરીથી ચાલુ કરી દેવામાં આવશે. કાશ્મીરમાં શાળાઓની સ્થિતિની માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે, કુલ 20, 411 શાળાઓ ખુલી ગઈ છે. તમામ ગગ્યાઓમાં પરીક્ષાઓ ચાલી રહી છે. 10માં ધોરણમાં અને 12મા ધોરણમાં આશરે 99.7 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષાઓ આપી છે. 11મા ધોરણમાં પમ 99.48 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.