જમ્મુ- કાશ્મીરમાં નાટ્યાત્મક ઘટનાઓ : વિધાનસભા બરખાસ્ત કરતા રાજ્યપાલ

0
837

સૌપ્રથમ મહેબૂબા મુફ્તીએ દાવો રજૂ કર્યો કે, તેમની પીડીપી ને કોંગ્રસ અને નેશનલ કોન્ફરન્સનું સમર્થન છે. 56 વિધાનસભ્યો અમારી સાથે છે. ત્યારપછી 15 મિનિટ બાદ પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ લોને તેમના પક્ષને ભાજપનું સમર્થન હોવાનો દાવો પેશ કર્યો અને ત્યાર બાદ રાજ્યપાલ સત્યપાલ મલિકે જમ્મુ- કાશ્મીરની વિધાનસભાનું વિસર્જન કરી દીધું. હવે જમ્મુ- કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થશે. શક્ય છે કે લોકસભાની આગામી ચૂંટણીની સાથે જ વિધાનસભાની ચૂંટણી પણ યોજવામાં આવે.

કુલ 87 સભ્યો ધરાવતી કાશ્મીરની વિધાનસભામાં કોઈ પણ રાજકીય પક્ષ પાસે સરકાર રચવા માટે 44 વિધાનસભ્યો હોવા આવશ્યક છે. પીપલ્સ ડેમોક્રટિક પાર્ટી -પીડીપી અને ભાજપના ગઠબંધનવાળી સરકાર પડી ભાંગવાને કારણે હવે કોઈ પણ પક્ષ પાસે જરૂરી સંખ્યાબળ ન હોવાથી રાજ્યપાલે વિધાનસભા બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિનું શાસન લાગુ કરી દીધું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here