જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદનો સામનો કરનારા તમામ પંચ અને સરપંચોને પોલીસ – સુરક્ષા તેમજ બે લાખ રૂપિયાનું વીમા કવરેજ પણ મળશે…

0
764

 

   

  તાજેતરમાં જમ્મુ- કાશ્મીરનું પ્રતિનિધિમંડળ ગૃહપ્રધાન અમિત શાહને મળ્યું હતું. આ મુલાકાત દરમિયાન ગૃહપ્રધાને સરપંચોને અપાતા ભથ્થાની રકમમાં વધારો કરવાની તેમની માગણી પર સરકાર ગંભીરતાથી વિચાર કરશે એવું આશ્વાસન આપ્યું હતું. 

    ગૃહ- મંત્રાલય દ્વારા જણાવ્યા અનુસાર, સરચંચો દ્વારા જમ્મુ- કાશ્મીરમાં મોબાઈલ સંપર્ક પુન શરૂ કરવા માટે વિનંતી કરવામાં આવી હતી.એ બાબત ઉત્તર આપતાં ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં બહુ જલ્દીથી મોબાઈલ સંપર્ક – સેવા યથાવત શરૂ કરવામાં આવશે.જમ્મુ- કાશ્મીરની મુલાકાત દરમિયાન અમિત શાહે ત્રણ જુદા જુદા પ્રતિનિધિમંડળની મુલાકાત લીધી હતી. જેમાં જમ્મુ- કાશ્મીર પ્રદેશના સરપંચો, ફળ- ઉત્પાદકો, તેમજ પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરના વિસ્થાપિત લોકોના સમૂહનો સમાવેશ થતો હતો. શ્રીનગર જિલ્લાના એક ગ્રામસેવક જુબેર નિષાદ ભટ્ટે મિડિયાને જણાવ્યું હતું કે, ગૃહ પ્રધાન અમિત શાહે તેમને એવું આશ્વાસન આપ્યું હતું કે, આગામી 15-20 દિવસોમાં મોબાઈલ સેવા ફરી શરૂ કરી દેવામાં આવશે. તેમજ પંચાયતનો હોદો્ ધરાવનારા તમામ લોકોને 2 લાખ રૂપિયાનું વીમા ઈન્સ્યોરન્સનું કવરેજ પણ આપવામાં આવશે. 

   ગૃહપ્રધાન અમિત શાહે એવી સ્પષ્ટતા કરી હતી કે, જમ્મુ- કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય થતાંની સાથેજ બહુ જલ્દીથી જમ્મુ- કાશ્મીરને એનો નવો દરજ્જો આપવામાાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, કોઈ પણ અફવા પર વિશ્વાસ કરવો નહિ. તેમણે પ્રતિનિધિઓને આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે, કોઈની ખાનગી માલિકીની જમીન સરકાર નહિ લઈ લે, ઉદ્યોગો, હોસ્પિટલો, અને શૈક્ષણિક સંસ્થાઓનું નિર્માણ સરકારી જમીન પર જ કરવામાં આવશે. જેને કારણે સ્થાનિક લોકોને નોકરી- રોજગાર પ્રાપ્ત થશે તેમજ રાજ્ય માટે પણ વિકાસનો માર્ગ ખુલ્લો થશે.