જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને સમાપ્ત કરવાનું અભિયાન – વડાપ્રધાન મોદીએ આપી મંજૂરી

0
731

રમજાનના મહિનામાં આતંકીઓનો સફાયો કરવાની શસ્ત્રીય કામગીરી બંધ રાખવામાં આવી હતી. હવે સુરક્ષાદળે બેવડી તાકાતથી આતંકવાદીઓનો સામનો કરવા સજ્જ થઈ રહ્યા છે. તાજેતરમાં ગૃહપ્રધાન રાજનાથ સિંહ વડાપ્રધાન મોદીને મળ્યા હતા. તેમણે રમજાન દરમિયાન આતંકીઓ વિરુધ્ધના શસ્ત્રીય અભિયાનને બંધ રાખવાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિિથી વડાપ્રધાનને માહિતગાર કર્યા હતા. રમજાનના મહિના દરમિયાન આતંકવાદીઓ વિરુધ્ધ કામગીરી બંધ રાખીને જમ્મુ -કાશ્મીરમાં શાંતિનું વાતાવરણ સર્જવાના પ્રયાસને લીધે અહીંના સ્થાનિક લોકોને અહેસાસ થયો છેકે સરકાર જમ્મુ -કાશ્મીરમાં શાંતિ સ્થાપવા માટે ગંભીરપણે પ્રયાસો કરી રહી છે. ગૃહપ્રધાન રાજનાથ સિંહે સુરક્ષાદળોની ચિંતાથી પણ વડાપ્રધાનને માહિતગાર કર્યા હતા. આતંકવાદીઓ સામેની લડાઈ આપણે લાંબા સમય સુધી બંધ રાખી શકીએ નહિ.ટૂંક સમયમાં અમરનાથા યાત્રા શરૂ થઈ રહી છે ત્યારે યાત્રાળુઓની સુરક્ષા માટે સુરક્ષાદળોએ કાર્યરત થવું જ પડે. આથી સુરક્ષાદળો ઓપરેશન ઓલઆઉટ શરૂ કરી દેવા માગે છે.સુરક્ષાની પરિસ્થિતિ અને તેમાટેની અનિવાર્ય વ્યવસ્થા અંગે વિચારણા કરવા માટે ગૃહપ્રધાને યોજેલી ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં પણ આતંકવાદીઓ સામે સખ્તાઈથી કાર્યવાહી આરંભ કરવાનો મત સહુએ પ્રગટ કર્યો હતો. આતંકવાદ સાૈમે કડક હાથે કામ લેવા અને ઓપરેશન ઓલઆઉટ શરૂ કરવા બાબત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિચાર- વિમર્શ કરીને લેવામાં આવેલા નિર્ણય અંગે આગામી એક- બે દિવસમાં રાજનાથ સિંહ જાહેરાત કરશે  એવું સત્તાવાર સમાચાર સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું.