જમ્મુ- કાશ્મીરમાં  અને લ઼ડાખમાં નવા લેફટનન્ટ ગવર્નરોની નિમણૂક કરવામાં આવી …

0
803

  જમ્મુ- કાશ્મીરના હાલના ગવર્નર સત્યપાલ મલિકની ગોવાના ગવર્નર તરીકે નિમણુક કરવામાં આવી છે. શ્રી ગિરીશ ચંદ્ર મુર્મૂને જમ્મુ- કાશ્મીરના નવા લેફટનન્ટ તરીકે નિમવામાં આવ્યા છે. આર્ટિકલ 370 રદ કર્યા બાદ તેમજ રાજ્યને કેન્દ્રશાસિત રાજ્યનો દરજ્જો પ્રદાન  કર્યા બાદ મુર્મૂને જમ્મુ- કાશ્મીરના સૌ પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિમવામાં આવ્યા છે. શ્રી રાધા કૃષ્ણાને લડાખના લેફ્ટનન્ટ ગવર્નર બનાવવામાં આવ્યા છે. 31 ઓકટોબરથી જમ્મુ- કાશ્મીર અને લડાખ સંવૈધાનિક રીતે હવે કેન્દ્રશાસિત પ્રદેશો બની ગયા છે. ગિરીશ ચંદ્ર મુર્મૂ 1985ની બેચના આઈએએસ અધિકારી છે. હાલમાં તેઓ આર્થિક મંત્રાલયમાં સચિવપદે કામગીરી બજાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે મુર્મૂ તેમના મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા હતા. તેમને વડાપ્રધાન મોદીની વિશ્વાસપાત્ર વ્યક્તિ માનવામાં આવે છે. સત્યપાલ મલિક અગાઉ બિહારના રાજ્યપાલ તરીકે કામગીરી બજાવી ચૂક્યા છે. તેમણે 1989થી 1991 સુધી અલીગઢ સંસદીય ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું.તેઓ રાજ્ય સભાના સભ્ય તરીકે પણ રહ્યા હતા.