જમ્મુ- કાશ્મીરની વાસ્તવિક પરિસ્થિતિને જાણવા માટે રાજ્યપાલ સત્યપાલ મલિકનું આમંત્રણ સ્વીકારીને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, અમારે પ્રવાસે આવવા માટે કોઈ ખાસ વિમાનની જરૂર નથી, માત્ર જમ્મુ- કાશ્મીરના લોકોને મળવાની , સ્વતંત્રતાથી જમ્મુ- કાશ્મીરમાં ફરવાની અમને મંજૂરી મળવી જોઈએ……

0
649

         કેન્દ્ર સરકારે 370ની કલમ રદ કરીને જમ્મુ- કાશ્મીરનો વિષેષ દરજ્જો રદ કર્યા બાદ જમ્મુ – કાશ્મીરના લોકોની હાલત કેવી છે તે જાણવા તમામ વિપક્ષો ઉત્સુક છે. તેમને ત્યાં જમ્મુ- કાશ્મીરમાં વાસ્તવિક પરિસ્થિતિ શું છે તેની કશી જ વિશ્વસનીય માહિતી ઉપલબ્ધ નથી. જમ્મુ- કાશ્મીર અને લડાખ- બન્નેને કેન્દ્રશાસિત પ્રદેશો બનાવી દેવાય છે. હાલમાં ત્યાં મોટા ભાગના વિસ્તારોમાં કલમ 144 લાગુ છે. ટેલિફોન અને ઈન્ટનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. 

   રાજ્યપાલ સત્યપાલ મલિકે રાહુલ ગાંધી સહિત વિપક્ષના અગ્રણી નેતાઓને જમ્મુ – કાશ્મીરની મુલાકાત લેવાનું નિમંત્રણ પાઠવ્યું , તેના ઉત્તરમાં રાહુલ ગાંધીએ ટવીટ કરીને જણાવ્યું હતું કે, રાજ્યપાલના આમંત્રણનો તેઓ સ્વીકાર કરે છે.વિપક્ષી નેતાઓના એક પ્રતિનિધિમંડળ સાથે તેઓ  ત્યાં પહોંચશે. રાજ્યપાલ સત્યપાલ મલિકે જમ્મુ- કાશ્મીરની સ્થિતિને મામલે અગાઉ રાહુલ ગાંધીએ કરેલા નિવેદન બાબત જોરદાર વાંધો ઊઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ ખૂબ જ વિચાર કરીને નિવેદન કરવું જોઈએ. કારણકે, આ બાબત અતિ સંવેદનશીલ હોવાથી કોઈ પણ ઉશ્કેરણીજનક કૃત્યો ખતરનાક બની શકે છે. રાજ્યપાલે જણાવ્યું હતું કે, તેમણે જમ્મુ- કાશ્મીરની મુલાકાત લેવા માટે રાહુલ ગાંધીને નિમંત્રણ આપ્યું છે. રાહુલ માટે વિમાન મોકલવાની પણ તેમણે વાત કરી હતી. એ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરવા બાબત પણ નિર્દેશ કર્યો હતો. 

      રાજ્યપાલના ટવીટના ઉત્તર રૂપે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, તેમને વિમાનની કોઈ જરૂર નથી, પણ જમ્મુ- કાશ્મીરમાં સ્વતંત્રતા સાથે હરવા- ફરવાની તેમજ લોકોને મળવાની તેમને પૂરેપૂરી સ્વતંત્રતા મળવી જોઈએ.