જમ્મુ- કાશ્મીરની મુલાકાતે જઈ રહેલું વિદેશી સાંસદોનું પ્રતિનિધિમંડળ 

0
795

    જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 રદ કર્યા બાદ ભારતના વહીવટીતંત્ર દ્વારા ત્યાંના લોકોની સુરક્ષા માટે એનેક પ્રકારના કાનૂની પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. રાજ્યમાં હિંસા ન થાય, લોકોના જાન-માલની સલામતી માટે આ પ્રદેશમાં મોબાઈલ તેમ જ ઈન્ટરનેટ સેવાઓ લાંબા સમય સુધી બંધ રાખવામાં આવી હતી. તેમના ઉશ્કેરણીજનક પ્રવચનોથી તોફાનો થવાનો, હિંસા થવાનો અંદેશો હતો તેવા અલગતાવાદી નેતાઓને તેમજ કાશ્મીરના ફારુક અબદુલ્લા, ઉમર અબદુલ્લા અુને મહેબૂબા મુફતી જેવા રાજકીય નેતાઓને પણ નજરકેદ રાખવામાં આવ્યા હતા. 

   વિરોધપક્ષોએ આ અંગે ખૂૂબ હોબાળો કર્યો હતો. તેમને કાશ્મીરની મુલાકાત લેતા અટકાવવામાં આવ્યા હતા.  

   કાશ્મીરમાં પરિસ્થિતિ સારી ન હોવાની વાતો ચલાવવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય કક્ષાએ જમ્મુ- કાશ્મીરની પ્રવર્તમાન સ્થિતિ અંગે અસ્પષ્ટતા વરતાતી હતી.. આથી  કાશ્મીરનો જત- પ્રવાસ કરીને ખરી હકીકતનો તાગ મેળવવા યુરોપના દેશના કુલ 27 સાંસદોનું પ્રતિનિધિમંડળ જમ્મુ- કાશ્મીરના પ્રવાસ માટે આવ્યું છે. તેઓ કાશ્મીરના સામાન્ય લોકોની મુલાકાત લેશે. રાજ્યની હાલની સ્થિતિ નજરે નિહાળશે.   

   વિદેશી સાંસદોને કાશ્મીરની મુલાકાત માટે પરવાનગી આપવામાં આવી અને ભારતના સાંસદોને કાશ્મીરની મુલાકાત લેતા રોકવામાં આવ્યા એ અંગે કોંગ્રેસના અગ્રણી રાહુલ ગાંઘીએ ટીકા કરીને વિરોધ પણ કર્યો હતો. ભારતે કાશ્મીરની મુલાકાતે જવાની પરવાનગી ન આપવી એ ભારતના  સંવિધાનના ભંગ સમાન હોવાનું તેમણે જણાવ્યું હતું.