જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં  આતંકવાદી મૂઠભેડમાં એક કર્નલ, એક મેજર સહિત પાંચ જવાન શહીદ

 

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના હંદવાડા માં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેડમાં એક કર્નલ, એક મેજર, એક પોલીસ ઓફિસર સહિત પાંચ જવાન શહીદ થઇ ગયા છે. છેલ્લા ત્રણ દિવસથી સુરક્ષાબળોના ચાલી રહેલા ઓપરેશનમાં બે આતંકવાદી ઠાર માર્યા છે. શહીદ થનારાઓમાંથી એક જમ્મુ કાશ્મીર પોલીસનો અધિકારી પણ સામેલ છે. એક ઘરમાં સંતાયેલા આતંકવાદીઓથી સામાન્ય નાગરિકોને બચાવવાના પ્રયત્નમાં મેજર શહીદ થયા હતા. એન્કાઉન્ટરમાં શહીદ જવાનોમાં કર્નલ આશુતોષ શર્માનું નામ પણ સામેલ છે, જેમના નેતૃત્વમાં ભારતીય સુરક્ષાબળોએ આતંકવાદીઓ વિરુદ્ધ ઘણા ઓપરેશનોને અંજામ આપ્યો છે અને તેમને પાઠ ભણાવ્યો છે. અમે તમને જણાવી રહ્યા છીએ કર્નલ આશુતોષ શર્માની બહાદુરી વિશે જેમના નામે આતંકવાદી થરથર કંપી ઉઠે છે. 

૨૧ રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટના કમાન્ડીંગ ઓફિસર રહેલા કર્નલ આશુતોષ શર્માને તેમના આતંક વિરોધી અભિયાનોમાં સાહસ અને વીરતા માટે બે વાર વીરતા પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર શહીદ આશુતોષ કર્નલ રેન્કના એવા પહેલાં કમાન્ડીંગ ઓફિસર છે, જેમણે ગત પાંચ વર્ષમાં આતંકવાદીઓ સાથે મુઠભેડમાં પોતાનો જીવ ગુમાવ્યો હોય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here