જમ્મુ- કાશ્મીરના મામલા અંગે તાત્કાલિક સુનાવણી  કરવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધોઃ જમ્મુ- કાશ્મીરનમાં લાદવામાં આવેલા પ્રતિબંધો વિરુધ્ધ કોંગ્રેસના સમર્થક તહસીન પૂનાવાલાએ અરજી કરી હતી…

0
885

 

જમ્મુ- કાશ્મીરના મામલે તરત સુનાવણી કરીને આ બાબત હાથ ધરવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કર્યો હતો. કોંગ્રસના નેતા તહસીન પૂનાવાલાએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી કે, જમ્મુ- કાશ્મીરમાં 370 કલમ મોદી સરકારે રદ કર્યા બાદ લાદવામાં આવેલા  અંકુશો રદ કરવામાં આવવા જોઈએ. સરકારે ઉપરોકત પ્રદેશમાં ફોન- ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. તે લોકોની આઝાદી પર મૂકવામાં આવેલા પ્રતિબંધો ગેર બંધારણીય છે, આ બાબત તાત્કાલિક સુનાવણી કરવામાં આવવી જોઈએ.તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આ અતિ સંવેદનશીલ મુદો્ છે. આપણે થોડાક દિવસ રાહ જોવી જોઈએ.  એ સાથે સુપ્રીમ કોર્ટે એ પણ જણાવ્યું હતું કે, સરકાર પર વિશ્વાસ રાખવો જોઈએ. કોઈની જાનહાનિ ના થાય તેની કાળજી રાખવી જોઈએ.બે સપ્તાહ બાદ પરિસ્થિતિ અવલોકન કરાયા બાદ સુનાવણી કરવામાં આવશે એમ માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું.