જમ્મુ- કાશ્મીરના ભૂતપૂર્વ વડાપ્રધાન ફારુક અબદુલ્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલાહ આપી…અટલ બિહારી વાજપેયી જેવાં સહનશીલ બનશો તો તમામ લોકોના સ્વીકાર્યનેતા બની શકશો..

0
895

 

 નેશનલ કોન્ફરન્સના અગ્રણી નેતા અને જમ્મુ- કઆશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબદુલ્લાએ એક કાર્યક્રપમમાં જનમેદનીને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જો સર્વસ્વીકાર્ય નેતા બનવું હોય તો એમણે સહનશીલતા અપનાવવી જોઈે. તેમણે મોદીને સલાહ આપતાં કહ્યું હતું કે, તમારે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની જેમ સહનશીલતાનો ગુણ કેળવવો જોઈએ. ફારુક અબદુલ્લાએ સત્તારુઢ ભાજપ સરકારની કામગીરી અને નીતિ પર અનેક પ્રહારો કર્યા હતા.

  ભૂતકાળમાં નેશનલ કોન્ફરન્સ પક્ષ એનડીએ સાથે ગઠબંધન કરનારો પક્ષ હતો. પરંતુ પાછળથી ફારુક અબદુલ્લાના રાજકીય પક્ષ – નેશનલ કોન્ફરન્સે એનડીએ સાથે નાતો તોડી નાખ્યો હતો.