જમ્મુ-કાશ્મીરના પુલવામાં આતંકી હુમલા બાદ હવે ભારત- પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ સાથે રમશે કે નહિ – તે અંગે હજી શંકા છે..

0
941

બીસીસીઆઈના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્લ્ડ-કપ મેચમાં ભારત- પાકિસ્તાન સાથે રમશે કે નહિ રમે તે બાબત હજી સ્થિતિ સ્પષ્ટ નથી, પણ થોડાક દિવસોમાં એ અંગે સ્પષ્ટતા થઈ જશે. જો ભારત સરકારને એમ લાગતું હશેકે, ભારતે પાકિસ્તાન સાથે ન રમવું જોઈએ, તો સ્પષ્ટ છે કે, વર્લ્ડ-કપમાં ભારતની ક્રિકેટ ટીમ પાકિસ્તાન સાથે નહિ રમે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આગામી 30મેથી 14મી જુલાઈ સુધી વર્લ્ડ કપ મેચ રમાવાનું આયોજન કરવામાં આવ્યું છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર, જો પાકિસ્તાન સાથે ભારત મેચ નહિ રમે તો તેમને એક અંક વધારે મળી જશે. જો ફાયનલમાં ભારત- પાકિસ્તાનનો મુકાબલો થયો અને ભારતની ટીમ નહિ રમે તો પાકિસ્તાન આ મેચ રમ્યા વગર જ ચેમ્પિયન બની જશે.