જમીનથી હવામાં માર કરનારી ક્વિક રિએક્શન મિસાઇલનું સફળ પરીક્ષણ

 

નવી દિલ્હીઃ જમીનથી હવામાં માર કરનારી ક્વિક રિએક્શન મિસાઇલના બે સફળ પરીક્ષણ કરવામાં આવ્યા છે. આ પરીક્ષણ ડીઆરડીઓ દ્વારા કરવામાં આવ્યા છે. મિસાઇલે મધ્યમ અંતર પર એક માનવ રહિત લક્ષ્ય વિમાનને નષ્ટ કરી દીધુ. આ ખાસ પરીક્ષણ પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનના વૈજ્ઞાનિકોને શુભેચ્છા આપી છે. આ પહેલા ૧૩ નવેમ્બરે ક્વિક રિએક્શન સરફેસ ટૂ એર મિસાઇલ સિસ્ટમે મધ્ય રેન્જ અને મધ્યમ ઊંચાઈ પર એક બંશી પાઇલટ રહિત લક્ષ્ય વિમાન પર સીધો પ્રહાર કરી એક મોટી સિદ્ધિ હાંસિલ કરી હતી. મિસાઇલને ભારતીય સેનાની વાયુ રક્ષા સિસ્ટમના ભાગ રૂપે વિકસિત કરવામાં આવી છે. આ પહેલા ઓડિશાના બાલાસોરમાં ભારતે જમીનથી હવામાં માર કરનારી ક્વિક રિએક્શન મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ પહેલા પાછલા મહિને બાલાસોર જિલ્લાના ચાંદીપુર અંતરિમ પરીક્ષણ પરિસરમાં પૃથ્વી-૨ બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યુ હતું