‘જબ તક દવાઈ નહીં, તબ તક ઢિલાઈ નહીં’ : કોરોના સામે વડા પ્રધાન મોદીનું જનઆંદોલન

 

નવી દિલ્હીઃ દેશમાં કોરોના જેવી રીતે વકર્યો તેનાં દ્વારા દેશની આર્થિક સ્થિતિ તો ખરાબ રીતે કથળી ગઈ પરંતુ તેની સાથે તમામ દેશવાસીઓનાં જીવનધોરણમાં ઘણા પરિવર્તન આવ્યા છે, એવામાં હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં પ્રસરેલી નોવેલ કોરોના વાઇરસ મહામારી વિરુદ્ધ નવેસરથી અભિયાનની શરૂઆત કરી છે. તેમણે દેશવાસીઓ માટે ટ્વીટ કરતાં જણાવ્યું કે, ભારતમાં કોવિડ-૧૯ સામેની લડત લોકોને પ્રેરિત કરે છે અને આપણા કોવિડ યોદ્ધાઓને ઘણી તાકાત મળે છે. આપણા સામૂહિક પ્રયાસોએ ઘણા લોકોનાં જીવ બચાવ્યા છે. આપણે આ ગતિ જાળવી રાખવી પડશે અને આપણા નાગરિકોને આ વાઇરસથી બચાવવો પડશે. તેમણે હેશટેગ યુનાઈટ ટુ ફાઈટ કોરોના સાથે એક તસ્વીર પણ પોસ્ટ કરી હતી જેમાં કોરોનાથી બચવા માટે ખરી પદ્ધતિથી માસ્ક પહેરવા, બરાબર હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે તમામ પ્રયાસો કરવાનું દર્શાવાયું છે. મોદીએ ‘જબ તક દવાઈ નહીં, તબ તક ઢિલાઈ નહીં’ સ્લોગન સાથે એક તસ્વીર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે કોરોનાથી બચવા માટેનાં બેઝિક પરંતુ કારગર ઉપાયો જણાવ્યા હતાં.