દેશના લશ્કરના વડા તરીકે ત્રણ વરસ સુધી કામગીરી બજાવ્યા બાદ લશ્કરના વડા- આર્મી ચીફ જનરલ બિપીન રાવત પોતાના હોદાં પરથી નિવત્ત થયા બાદ 28મી ડિસેમ્બરે જનરલ મનોજ મુકુન્દ નરવણેએ આર્મી ચીફ તરીકે ચાર્જ સંભાળી લીધો હતો. સપ્ટેમ્બર, 2019ના ડેપ્યુટી આર્મી ચીફ તરીકે તેઓ ફરજ બજાવતા હતા. પોતાની 37 વરસની લશ્કરી સેવામાં તેમણે જમ્મુ- કાશમીર સહિત પૂર્વોત્તરના પ્રદેશોમાં પણ કામગીરી સંભાળી હતી. તમણે કાશ્મીરમાં રાષ્ટ્રીય રાઈફલ બટાલિયન તેમજ પૂર્વમાં ઈન્ફેન્ટિયર બ્રિગેડનના વડા તરીકે કામ કર્યું હતું. તેઓ નેશનલ ડિફેન્સ એકેડમી તેમજ ઈન્ડિયન મિલિટ્રી એકેડેમીના વિદ્યાર્થી હતા. ચીન સાથેના ડોકલામ સરહદ વિવાદ દરમિયાન તેમણે કાર્યવાહી સંભાળી હતી અને ચીનને તેની સીમાનું ઉલ્લંઘન ના કરવા પાઠ ભણાવ્યો હતો. તેમની કડક કાર્યવાહીની પ્રશંસા થઈ હતી. તેમને પોતાની સેવા, બહાદુરી અને વિશિષ્ટ કામગીરી બદલ અનેક મેડલ અને એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.