જનરલ કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે ઈરાને ઈરાકમાં આવેલા અમેરિકાના સૈન્ય – મથકો પર હુમલો કર્યો હતો. …

0
1105

 

    ઈરાનના લશ્કરના સેનાપતિ જનરલ કાસિમ સુલેમાન પર હુમલો  કરીને અમેરિકાએ તેમની હત્યા કરી હતી. તેનો બદલો લેવા ઈરાકમાં બગદાદ ખાતે આવેલા અમેરિકન લશ્કરી મથકો પર ઈરાને હુમલો કર્યો હતો. ઈરાને એવો દાવો કર્યો હતો કે, આ હુમલામાં અમેરિકાના 80 જેટલા સૈનિકોને ઠાર મારવામાં આવ્યા હતા.જોકે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ઈરાને કરેલા હુમલામાં અમેરિકાના સૈન્યને કશું નુકસાન થયું જ નથી. બધા અમેરિકન સૈનિકો સુરક્ષિત છે. માત્ર મિલિટરી બેઝને થોડું નુકસાન થયું છે. જયાં સુધી હું અમેરિકાના પ્રમુખપદે કાર્યભાર સંભાળી રહ્યો છું ત્યાં સુધી ઈરાન કદાપિ ન્યુકલિયર હથિયારો બનાવી નહિ શકે.તેમણે જણાવ્યું હતુ કે, જનરલ કાસિમ સુલેમાનીને મારીને અમેરિકાએ દુનિયાના સૌથી મોટા આતંકવાદીને મારી નાખ્યો છે. 

  તાજેતરમાં જ ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે ઈરાનના વિદેશપ્રધાન જાવેદ શરીફ અને અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પીઓ સાથે ફોન પર વાત કરી હતી. તેમણએ બન્ને દેશોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા વિવાદને કારણે ભારત ચિંતિત છે. બન્ને દેશના નેતાઓએ ભારત સાથે સંપર્કમાં રહેવાનું જણાવ્યું છે.