જનતાના નાણાની ખુલ્લેઆમ લૂંટ હવે સાંખી નહિ લેવાય, દેશની નાણા – સંસ્થાઓ પોતપોતાની જવાબદારી ઈમાનદારીથી નિભાવે- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કડક શબ્દોમાં આપ્યો આદેશ …

0
907

 

પીએનબી કૌભાંડ બાબત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો પ્રતિભાવ કેમ જાહેરમાં વ્યક્ત કરત નથી એવી વારંવાર વિરોધ પક્ષે કરેલી રજૂઆત બાદ હવે વડાપ્રધાને આ અંગે પોતાનો મત સ્પષ્ટપણે રજૂ કર્યો છે. ગ્લોબલ બિઝનેસ સમિટમાં સંબોધન કરતાં શ્રી મોદીએ પીએનબી ગોટાળા બાબત આકરા શબ્દોમાં પોતાનો પ્રતિભાવ પેશ કર્યો હતો. દેશના આર્થિક ક્ષેત્રમાં આચરવામાં આવતી લાપરવાહી અને અનિયમિતતાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, આપ્રકારની અનિયમિતતા અને ગેર રીતિઓ સામે સખત પગલાં લેવામાં આવી રહ્યા છે, લેવામાં આવશે અને સરકાર એને હરગિઝ સાંખી નહિ લે. જનતાના નાણાની આરીતે ઉચાપત કરવામાં આવે એ યોગ્ય નથી. આ પ્રકારની કાર્ય પધ્ધતિ- સિસ્ટમનો સ્વીકાર કરવામાં નહિ આવે. તેમણે જણાવ્યું હતું કે, ફાયનાન્સ સંસ્થાના અધિકારીઓ  નિયમ અને નિયત- એથિકસ જાળવીને ઈમાનદારીથી પોતાની જવાબદારી નિભાવે. ખાસ કરીને ઉપરોકત સંસ્થાઓમાં જેમને માથે આર્થિક દેખરેખની જવાબદારી છે, જેમણે ચોકસાઈ અને સાવધાનીથી એની નિગરાની કરવાની છે તે લોકોએ પોતાની ફરજ બજવવામાં ચૂક ન કરવી જોઈએ. તેમમે પોતાની જવાબદારીનું ઈમાનદારીથી સાથે વહન કરવું જોઈએ.

   આ પ્રસંગે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી બાબત ઉલ્લેખ કરીને તેમણે કહ્યું હતુંકે, આવા કાર્યક્રમોમાં લોકસભા અને દેશની તમામ વિધાનસભાઓની ચૂંટણી એકસાથે કરવી જોઈએ એની ચર્ચા થવી જોઈએ. ભારત વિશ્વભરમાં આર્થિક તાકાત તરીકે ઊભરી રહ્યું હોવાનું જણાવીને શ્રી મોદીએ કહ્યું હતું કે, 4 વરસ પહેલાં આખી દુનિયામાં ભારતની અર્થ વ્યવસ્થાની ચર્ચા થતી હતી. એમાટે કહેવાતુ- ફ્રૈઝલ ફાઈવ. આજે ભારતના  પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી અંગે વાત કરવામાં આવી રહી છે. હવે દુનિયાભરના દેશો ભારત સાથે ખભેખભો મિલાવીને કામ કરવામાટે ઉત્સુક છે.