જનતાદળ (સેક્યુલરના) પ્રમુખ દેવગૌડા કહે છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે મારાં ગમે તેટલા વખાણ કરે, પણ મારો પક્ષ ભાજપ સાથે કદી ચૂંટણી જોડાણ નહિ કરે,,,

0
753
IANS

હાલમાં કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. દરેક રાજકીય પક્ષના આગેવાનો અને નેતાઓ રાજ્યમાં તંબૂ તાણીને બેસી ગયા છે.. સહુ પોતપોતાનું વાજું વગાડે છે..કર્ણાટક વિધાન સભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આગામી 12મેના મતદાન થશે અને 15મીના પરિણામો જાહેર કરવામાં આવશે. પોતાના કર્ણાટકના ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાદળ- સેક્યુલરના પ્રમુખ એચ ડી દેવગૌડાના ખૂબ જ વખાણ કર્યા હતા. એટલે મિડિયા સહિત રાજકીય ક્ષેત્રમાં આવી વાત ચર્ચાઈ હતી કે ભાજપ અને જનતા દળનું ગઠબંધન થશે. જોકે ભૂતપૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાએ એવી સ્પષ્ટતા કરી હતીકે, તેમનો પક્ષ  ભાજપ સાથે કોઈ પણ પ્રકારનું ગઠબંધન કરશે નહિ..