જજની નિયુક્તિ બાબત  વોરન્ટ પર સ્ટે મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

0
756

સુપ્રીમ કોર્ટે જજની નિયુક્તિ સંબંધિત વોરન્ટ પર સ્ટે ઓર્ડર મૂકવાનો ઈન્કાર કરી ધીધો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છેકે, જો કેન્દ્ર સરકાર અદાલત દ્વારા નિયુક્તિ માટે કરવામાં આવેલી ભલામણ ( સિફારિશ) ને પરત મોકલે છે તો એ એનો અબાધિત અધિકાર છે. ફેર વિચારણા માટે જજના નામોને મોકલવાનો અધિકાર દેશની કેન્દ્ર સરકાર પાસે રહેલો છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ ખાનવીલકર અને જસ્ટિસ ચંદ્રચુડની ખંડપીઠે વકીલ ઈનિ્દરા જયસિંહની પિટિશનને અકલ્પનીય ગણાવીને કહ્યું હતું કે, આવું અગાઉ કયારેય બન્યું નથી. ઉત્તરાખંડની હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જોસેફ અને ઈન્દુ મલહોત્રાને એકસાથે સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમવા માટેની માગમી કરીને 100થી વધુ વકીલોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

જોકે દેશની સર્વોચ્ચ અદાલતે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, જજના નામ ફેરવિચારણા માટે પરત મોકલવાનો  સંપૂર્ણ અધિકાર કેન્દ્ર સરકાર ધરાવે છે. આ બાબત અતિ ચર્ચાસ્પદ બની રહેવાની સંભાવના છે. કાનૂનના નિષ્ણાતો પોતપોતાનું મંતવ્ય રજૂ કરી રહ્યા છે. લોકતંત્રનું રક્ષક અને લોકશાહીની ઈમારતનો એક મજબૂૂત સ્તંભ ગમાતું દેશનું ન્યાયતંત્ર હાલમાં જાતજાતના વિવાદોમાં ધેરાતું રહ્યું છે!