જગદીશ ત્રિવેદીનું શિક્ષણમંત્રી અને આરોગ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું

 

રાજકોટઃ ગુજરાતના ગૌરવ સમાન હાસ્યકલાકાર, લેખક, કવિ, ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીનું તેમની સેવાને કેન્દ્રમાં રાખીને રાજકોટ અને વડોદરા એમ બે શહેરમાં મંત્રીઓના હસ્તે સન્માન થયું હતું. 

જગદીશ ત્રિવેદી પોતાના કાર્યક્રમોની સંપૂર્ણ આવક આરોગ્ય અને શિક્ષણમાં દાન કરતા હોવાથી તેમણે  છેલ્લાં સાડા  ચાર વર્ષમાં સાત સરકારી શાળાઓ અને ત્રણ લાયબ્રેરી મળીને કુલ ત્રણ કરોડથી વધું રકમનું દાન કર્યુ છે. એક કલાકારની ખૂબ ઉંચા ગજાની સામાજીક નિસબતને ધ્યાનમાં લઈ રાજકોટમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા અને વડોદરામાં રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી નિમિષાબહેન સુથાર દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું હતું.