છોટે નવાબ સૈફ અલી ખાન  વર્ક આઉટ કરીને વજન ઘટાડી રહ્યા છે…

0
884

અભિનેતા સૈફ અલી ખાન આજકાલ પોતાનું વજન ઘટાડવા માટે કસરતો કરી રહ્યો છે.. પોતાના પ્રોડકશન હેઠળ બની રહેલી ફિલ્મ જવાની જાનેમન અને મરાઠા ઈતિહાસના એક સુવર્ણ પ્રકરણ, એક મહાન યોધ્ધાની કથા રજૂ કરતી ફિલ્મ તાનાજી  અભિનેતા અજય દેવગણ પોતાના પ્રોડકશન – બેનર હેઠળ બનાવી રહયો છે.છત્રપતિ શિવાજી મહારાજના સૈન્યના એક મહાન યોધ્ધા તાનાજી પર આધારિત આ ફિલ્મમાં એક મહત્વની ભૂમિકા સૈફ અલી ખાન પણ ભજવવાના છે. આથી પોતાના પાત્રને વાસ્તવિક અને અસરકારક બનાવવા સૈફ દિન- રાત પરિશ્રમ કરી રહ્યો છે. બન્ને ફિલ્મો માટે રોજ  સૈફ બે કલાક બલ્કીંગ ઓફ મસલ્સની એકસેસાઈઝ કરી રહ્યો છે.