ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં ભારતનું યોગદાન ચોંકાવનારું હશેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ચોથા ઔદ્યોગિક ક્રાંતિ માટે કેન્દ્રનું ઉદઘાટન કર્યું. તેમણે કહ્યું કે ચૌથી ઔદ્યોગિક ક્રાંતિમાં ભારતનું યોગદાન પૂરા વિશ્વને ચોકવનારું હશે. અલગ અલગ તકનીકોની વચ્ચે સામંજસ્ય સમન્વય ચૌથી ઔધોગિક ક્રાંતિનો આધાર બની રહ્યો છે. આવી પરિસ્થતિઓમાં સાન ફ્રાન્સિસ્કો, ટોક્યો અને બેઇજિંગ બાદ હવે ભારતમાં આ મહત્વપૂર્ણ સેન્ટરનું ખુલ્વું, ભવિષ્યમાં નવી શક્યતાઓના દ્વાર ખોલી શકે છે. મોદીએ કહ્યું કે જયારે પહેલી અને બીજી ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યારે ભારત ગુલામ હતો. જયારે ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યારે ભારત આઝાદી મળ્યા બાદ પડકારોનો સામનો કરવામાં સઘર્ષ કરી રહ્યો હતો. પરંતુ 21મી સદીમાં ભારત બદલાઈ ગયું છે. હું માનું છું કે ચૌથી ઔધોગિક ક્રાંતિમાં ભારતનું યોગદાન, સમગ્ર વિશ્વને ચોકાવનારું હશે. તેમણે કહ્યું કે 2014થી પહેલા 59 પંચાયતો ઓપ્ટિકલ ફાઇબર સાથે જોડાયેલી હતી, આજે એક લાખથી વધારે પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઇબર પહોચી ગયું છે. 2014માં દેશમાં 83,000 કોમન સર્વિસ સેન્ટર હતા. આજે 3 લાખ છે.