ચોંકાવનારા સમાચારઃ એક અભ્યાસમાં એવો દાવો કરાયો છે કે, આગામી ફેબ્રુઆરી 21021ના અંત સુધીમાં ભારત કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ બની જશે..

 

        કોરોનાનું મહાસંકટ હજી વિશ્વના માથે તોળાયેલું જ છે. ભારતમાં કોરોનનું સંક્રમણ રોજ વધતું જાય છે. મુંબઈ, દિલ્હી, અમદાવાદ, બેંગલુરુ, કોલકાતા જેવા મહાનગરોમાં પરિસ્થિતિ વિકટ થઈ રહી છે. લોકડાઉન અને છૂટછાટ વચ્ચે સંતાકૂકડીની રમત રમાઈ રહી છે.. મુંબઈમાં કોરોનાના કેસ વધતા જાય છે. મહારાષ્ટ્ર કોરોનાથી પ્રભાવિત સૌથી મોટું રાજ્ય છે. કેન્દ્ર સરકારના દિશા -નિર્દેશ અને માર્ગદર્શિકાનું પાલન થઈ રહ્યું છે. નિયમો સખત બનાવવામાં આવ્યા છે, તે પણ કોરોનાના નવા કેસે સામે આવતા રહ્યા છે. એક અભ્યાસમાં જણાવ્યા અનુસાર, જો કોરોનાની રસી નહિ શોધાય તો આવતા વરસના ફેબ્રુઆરી 2021ના અંતમાં ભારત કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત દેશ બની જશે. ભારતની દશા ઘણી ખરાબ થશે. એમઆઈટી દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, 2021ના ફેબ્રુઆરીમાં ભારતમાં 2.87 લાખ કેસ નોંધાયા હશે. દુનિયાની 60 ટકા વસ્તીને આવરી લેતો, 84 દેશોમાંથી ટેસ્ટીંગ અને કેસ ડેટાના સમન્વયથી ઉપરોક્ત અભ્યાસ કરવામાં આવ્યો હતો. એમઆઈટીના એક અભ્યાસ અનુસાર, જો કોરોનાના દર્દીઓની યોગ્ય સારવાર નહિ કરવામાં આવે તો માર્ચ 2021 દરમિયાન સમસ્ત વિશ્વસ્તરે માર્ચથી મે મહિના દરમિયાન 20 કરોડથી 60 કરોડ કેસ હશે. અભ્યાસ અનુસાર, , કોરોનાથી ભારત સૌથી પ્રભાવિત દેશ બનશે, ત્યારબાદ દરરોજના 95,000 કેસ સાથે અમેરિકા બીજા ક્રમે હશે. દક્ષિણ આફ્રિકામાં રોજ 21,000  ઈરાનમાં રોજ 17, 000 કેસ નોંધાશે.