ચેપોક પર ઇંગ્લેન્ડને ૩૧૭ રને માત આપી શ્રેણીમાં ૧-૧ની બરાબરી કરી

 

ચેન્નઈઃ ઇંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચને ૨૨૭ રનથી હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ એવો જવાબ આપ્યો હતો કે ઇંગ્લેન્ડ ટીમ આ પરાજયને ક્યારેય ભૂલશે નહીં. ચેન્નઇના ચેપૌક ખાતે, વિરાટ બ્રિગેડે માત્ર એક અઠવાડિયામાં તેમના પ્રશંસકોને ઐતિહાસિક જીતની ભેટ આપી છે. ચોથા દિવસે ઇંગ્લેન્ડ ૪૮૨ રનના પર્વત જેવા લક્ષ્યનો પીછો કર્યો હતો, પણ ૧૬૫ રનમાં આખી ટિમ પેવેલિયન પરત ફરી હતી. અને વિરાટ બ્રિગેડ ૩૧૭ રને જીતવામાં સફળ રહી. ઈંગ્લેન્ડ સામેની આ ભારતની સૌથી મોટી જીત છે.

ચેન્નાઇમાં જ વર્તમાન સિરીઝની પહેલી મેચ હાર્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે અમારે પાછા ફોર્મમાં આવવું પડશે અને હવે પછીની મેચમાં આપણે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપીશું. આપણે સારી બોડી લેંગ્વેજથી શરૂઆત કરવી પડશે અને વિરોધી ટીમ પર દબાણ બનાવવું પડશે. કેપ્ટન કોહલીનું આ નિવેદન એકદમ સાચું સાબિત થયું. ટીમ ઈન્ડિયાએ મુલાકાતી ટીમ પર એવું દબાણ બનાવ્યું કે તેણે ટેસ્ટ ઇતિહાસમાં પાંચમી સૌથી મોટી જીત હાંસલ કરી. ઇંગ્લેન્ડ સામે ૩૧૭ રનની જીત એ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ક્રિકેટમાં (રનની દ્રષ્ટિએ) પાંચમો સૌથી મોટો વિજય છે.

ભારતીય ટીમે ડિસેમ્બર ૨૦૧૫માં દિલ્હીના કોટલામાં દક્ષિણ આફ્રિકા સામે તેની સૌથી મોટી જીત હાંસલ કરી હતી. ત્યારબાદ વિરાટ કોહલીની અધ્યક્ષતામાં તેણે આફ્રિકન ટીમને ૩૩૭ રનથી હરાવી હતી. ઈંગ્લેન્ડ સામેની આ ભારતની સૌથી મોટી જીત છે. આ પહેલા ૧૯૮૬માં તેણે લીડ્સમાં કપિલ દેવની કપ્તાની હેઠળ ઈંગ્લેન્ડને ૨૭૯ રનથી હરાવ્યું હતું. હવે આ રેકોર્ડ કોહલીના નામે જોડાયો છે, જેની કેપ્ટનશીપ હેઠળ ભારતે ઇંગ્લેન્ડને રેકોર્ડ રનથી માત્ર હરાવ્યું જ નહીં, પણ ૮૯ વર્ષ (૧૯૩૨-૨૦૨૧)ના તેમના ટેસ્ટ ઇતિહાસમાં પાંચમી સૌથી મોટી જીત નોંધાવી.

ટેસ્ટ ક્રિકેટઃ ટીમ ઈન્ડિયાની સૌથી મોટી જીત

૩૩૭ રનથી દક્ષિણ આફ્રિકા, દિલ્હી  ૨૦૧૫

૩૨૧ રનથી ન્યુ ઝીલેન્ડ સામે, ઇન્દોર  ૨૦૧૬

૩૨૦ રનથી ઓસ્ટ્રેલિયા સામે, મોહાલી  ૨૦૦૮

૩૧૮ રનથી વેસ્ટ ઇન્ડીઝ સામે, એન્ટીગુઆ  ૨૦૧૯

૩૧૭ રનથી ઇંગ્લેન્ડ સામે, ચેન્નાઈ  ૨૦૨૧

ટીમ ઈન્ડિયાની આ મોહક જીત માટે રવિચંદ્રન અશ્વિનનો ઓલરાઉન્ડ પ્રદર્શન (૧૩, ૧૦૬ રન, ૫/ ૪૩, ૫૩/૩) યાદગાર રહેશે, જ્યારે પહેલી ઇનિંગ્સમાં હીટમેન રોહિત શર્માના બેટ પરથી ૧૬૧ રન આવ્યા હતા. આ ઉપરાંત, અજિંક્ય રહાણે (૬૭ રન) અને રીષભ પંત (અણનમ ૫૮)ની અડધી સદીથી ટીમ ઈન્ડિયાને પ્રથમ દાવમાં ૩૨૯ રન સુધી પહોંચાડી હતી. પ્રથમ દાવમાં ઇંગ્લેંડને ૧૩૪ રનમાં બોલ્ડ કર્યા પછી અશ્વિને બીજી ઇનિંગમાં બેટથી રનની વણઝાર કરી હતી. કેપ્ટન વિરાટ કોહલીની સદી અને અડધી સદીના કારણે જ ટીમે ત્રીજા દિવસે ઇંગ્લેન્ડ સામે ૪૮૨ રનનો અશક્ય લક્ષ્યાંક રાખ્યો હતો. આજ મેચથી તેની શરૂઆત કરી હતી અને ડેબ્યુ પ્લેયર અક્ષર પટેલે ધુરંધર સ્પિન (૫/૬૦) કરી ઈંગ્લેન્ડને ૧૬૪ રન પર પરત મોકલી હતી અને સુવર્ણ વિજય મેળવ્યો હતો, જે શ્રેણીમાં ૧-૧થી બરાબરી કરી લીધી છે. હવે ત્રીજી ટેસ્ટ (day-night) ૨૪ ફેબ્રુઆરીથી મોટેરામાં રમાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here