ચેન્નઈમાં સુબ્રમણ્યન સ્વામીએ આર્થિક નીતિની ઝાટકણી કાઢી

ચેન્નઈઃ ચેન્નઈના એક કાર્યક્રમમાં હાજર રહેલા ભાજપના નેતા સુબ્રમણ્યન સ્વામીએ મોદી સરકારની આર્થિક નીતિની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે સરકાર કડક પગલાં ભરવામાં સરિયામ નિષ્ફળ નીવડી છે. મને દેશનો નાણામંત્રી બનાવવો જોઈએ. મહત્ત્વના ફેરફાર કર્યા વગર અર્થતંત્રને વેગ મળશે નહિ. નાણામંત્રી નિર્મલા સીતારામન વિશે સ્વામીએ કટાક્ષમાં કહ્યું હતુંઃ તેમના વિશે તો હું જેટલું ઓછું બોલું એટલું જ સારું રહેશે. જેએનયુમાં ભણી લેવાથી અર્થશાસ્ત્રી નથી બની જવાતું. અર્થશાસ્ત્રમાં નાની બાબતોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. એક સેક્ટરને અસર થાય એટલે બીજું સેક્ટર એનાથી પ્રભાવિત થયા વગર રહેતું નથી. ય્ગ્ત્ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન અંગે કટાક્ષમાં કહ્યું હતું કે તેમના સમયથી જ ભારતનું અર્થતંત્ર ખાડે ગયું હતું. રાજન અમેરિકામાં ભણેલો હતો એટલે ભારતીય અર્થતંત્રની નાડ પારખતા આવડી નહિ. વ્યાજના દરમાં વધારો કર્યો એટલે નાના-મધ્યમ વર્ગના ઉદ્યોગો બંધ થઈ ગયા.