ચેન્નઈનો પ્રગન્નાંધા દુનિયાનો બીજો સૌથી યુવા ચેસ ગ્રાન્ડ માસ્ટર

ચેન્નઈનો 12 વર્ષ અને 10 માસની વય ધરાવતો આર. પ્રગન્નાંધા દુનિયાનો બીજો સૌથી યુવાન ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યો હતો. માત્ર ત્રણ માસના અંતરના કારણે તે દુનિયાનો સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર બનવાનો ઇતિહાસ સર્જતાં રહી ગયો છે. ઇટાલીમાં રમાયેલી ગ્રેડાઇન ઓપનમાં તેણે ડચના ગ્રાન્ડ માસ્ટર રોએલેન્ડને હરાવ્યો હતો. વિજયી થયા પછી સ્કૂલમાં આવેલા આર. પ્રગન્નાંધાનું સ્વાગત કરતા વિદ્યાર્થીઓ. (ફોટોસૌજન્યઃ એએફપી)