
2010માં રાજપાલ યાદવે સુરેન્દર સિંઘ નામના વેપારી પાસેથી પ કરોડ રૂપિયાની લોન લીધી હતી. . જે તેઓ પરત કરી શક્યા નહોતા. તેમણે સુરિન્દર સિંઘને આપેલો ચેક બેન્કમાં બાઉન્સ થયો હતો. ત્યારબાદ સુરિન્દર સિંઘે રાજપાલ વિરુધ્ધ અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. પરંતુ આ વરસે સુરિન્દર સિંઘ અને રાજપાલ યાદવ વચ્ચે સમાધાન થયું હતું. એક પ્રકારની સમજૂતી કરવામાં આવી હતી કે, રાજપાલ યાદવ રૂા. 10 કરોડ, 40 લાખ સુરિન્દર સિંઘને આપી દેશે. પરંતુ નક્કી કરાયેલી સમય મર્યાદામાં રાજપાલ યાદવ ઉપરોક્ત રકમ પાછી આપી શક્યો નહોતો, એટલે આખો મામલો અદાલત સુધી પહોંચ્યો હતો. સુરિન્દર સિંઘે રાજપાલ વિરુધ્ધ ઠગાઈની ફરિયાદ કરતો કેસ અદાલતમાં દાખલ કર્યો હતો. આથી અદાલતે રાજપાલ યાદવને છ મહિનાની જેલની સજા કરી હતી. સાથે સાથે અદાલતે રાજપાલ યાદવની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવાનો પણ આદેશ આપ્યો હતો.