ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયેલા મુખ્ય પ્રધાન મમતા બેનરજીને બીજી હોસ્પિટલમાં શિફટ કરાયા …

 

            પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયેલા મમતાજી હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેમને પગ પર ઈજા થઈ છે. સત્તાવાર માહિતીમાં જણાવ્યા અનુસાર, મમતા બેનરજીને એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમણે ગભરામણ, શ્વાસ લેવામાં થતી તકલીફ અને તાવની ફરિયાદ તબીબોને કરી હતી. તેમની સઘન સારવાર ચાલી રહી છે.આ માહોલમાં હવે રાજકારણના ક્ષેત્રમાં જાતજાતના વિવાદ ચાલી રહ્યા છે. મમતા બેનરજીને કોઈે ઈજા કરી નથી, કે એમની પર કોઈ જાતનો હુમલો કરવામાં આવ્યો નથી. આ બધી મનઘડત વાતો છે. મમતાની રેલીમાં હાજર રહેનારા એક શખ્સે કરેલી વાત મુજબ, મમતા બેનરજી મોટરકારમાં બેસવા જતા હતા ત્યારે કોઈ પ્રકારના હડસેલાથી દરવાજો બંધ થઈ જતા તેમના પગે વાગ્યું હતું. કોઈે ત્યાં એમની પર હુમલો કર્યો જ નથી. કોંગ્રેસ સહિતના વિપક્ષો એવી દલીલ કરે છેકે, મુખ્યપ્રધાનને આપવામાં આવતી ઝેડ પ્લસ પ્રકારની સુરક્ષાના કમાન્ડો કે પોલીસ સુરક્ષાકર્મીઓ મમતાની સાથે હાજર કેમ નહોતા એ બાબતની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવવી જોઈે. પોલીસતંત્ર આ અંગે તપાસ કરી રહ્યું છે. મમચા બેનરજીે એવો આક્ષેપ કર્યો હતો કે, તેમની સાથે સ્થળ પર સુરક્ષા માટે કોઈ પોલીસકર્મીઓ હાજર નહોતા. હવે આ મામલાનો વિવાદ વધી રહ્યો છે. મમતા બેનરજી પરના કથિત હુમલાની તપાસ કરવામાં આવવી જોઈએ એવી માગણી ટીએમસીનીસાથે સાથે વિપક્ષો પણ કરી રહ્યા છે. 

     દરમિયાન મમતા બેનરજીએ એક વિડિયો દ્વારા એવું જાહેર કર્યું હતું કે, આગામી બે- ચાર દિવસ સારવાર બાદ તેઓ વ્હીલચેરમાં બેસીને પોતાનો ચૂંટણી પ્રચાર ચાલું રાખશે. તેમણે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here