ચૂંટણી  અગાઉ ભાજપની મોદી સરકારે ભોપાળ અને ઈન્દોરને આપી મેટ્રો ટ્રેનની ભેટ

0
901

 

કેન્દ્રના  પ્રધાન રવિશંકર પ્રસાદે આજે ભોપાળ- ઈન્દોર મેટ્રો પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ હોવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં ઉપરોક્ત મેટ્રો ટ્રેનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મેટ્રો પ્રોજેકટ પાછળ કુલ 14, 441કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ પ્રોજેક્ટને ચાર વષૅની અંદર પૂર્ણ કરવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટદ્વારા મંજૂર કરવામાં આવેલા પ્રસ્તાવ મુજબ, ભોપાળમાં 27.87 કિલોમીટર, લાંબા મેટ્રો રેલ રુટ માટે કુલ 6,941કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જયારે ઈન્દોર રેલ મેટ્રો માટે 7,500 કરોડ નો ખર્ચ થવાની સંભાવના છે.

 ભોપાળ અને ઈન્દોરમાં મેટ્રો રેલ શરૂ કરવા માટે વિદેશી બેન્કો પાસેથી લોન લેવાની પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી હતી.  મધ્યપ્રદેશમાં ચૂંટણી પહેલાં જનતાને રાજી કરવા માટે ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા મેટ્રોની ભેટ આપવામાં આવી છે.