

થોડાક સપ્તાહપહેલા દક્ષિણ મુંબઈમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા મિલિન્દ દેવરાને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પોતાનું સમર્થન આપ્યું હતું. જયારે સત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈમાં બાન્દ્રા- કુર્લા કોમ્પપ્લેકસમાં યોજાયેલી નરેન્દ્ર મોદીની પ્રચાર રેલીમાં મુકેશ અંબાણીના સોથી નાના પુત્ર અનંત અંબાણીએ હાજરી આપી હતી. તેમણે એક મરાઠી ટીવી ચેનલના સંવાદદાતાને જણાવ્યું હતું કે, હું અા રેલીમાં વડાપ્રધાનને સાંભળવા આવ્યો છું. મારા દેશને મારું સમર્થન આપવા આવ્યો છું.