ચૂંટણીનો આખરી તબક્કો 19મે, છેવટના ચૂંટણી પ્રચાર કરવા માટે દોડધામ કરતા રાજકીય પક્ષો

0
913

લોકસભાની  ચૂંટણીના પ્રચારના આખરી દિવસે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરમાં રેલી યોજી…પ્રિયંકા ગાંધીએ તેમના વકતવ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટીકા કરતાં જણાવ્યું ગતું કે, નરેન્દ્ર મોદી નેતા નથી, અભિનેતા છે. હવે  લોકોને પણ એ વાત સમજાઈ ગઈ છે કે, દુનિયાના સૌથી મોટા એકટર છે. આના કરતાં તો એ સારું હતું કે, અમિતાભ બચ્ચનને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હોત..તેમણે જણાવ્યું હતું કે, જો લોકોએ ફરીથી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવ્યા તો વધુ પાંચ વરસ માટે તેમણે મોદીના અભિનયનું પિ્કચર જોવું પડશે. પ્રિયંકા ગાંધીએ લોકોને ઉદે્શીને કહ્યું હતું કે, હવે તમેજ નક્કી કરીલો કે તમારે કેનો મત આપવો છે. જમીન પર રહીને કામ કરનારી વ્યક્તિને કે હવામાં ઊડનારા નરેન્દ્ર મોદીને…વડાપ્રધાન દરેક વખતે ચૂંટણી સમયે નવી નવી સ્ટોરી બનાવીને લોકો સમક્ષ રજૂ કરે છે.