
ચૂંટણીના પ્રથમ તબક્કાની શરૂઆતને હવે ગણતરીના કલાકો બાકી રહયા છે ત્યારે દાંતેવાડામાં ભાજપના ધારાસભ્ય ભીમા મંડાવીના પ્રચાર કાફલા પર માઓવાદી નકસલવાદીઓે ભીષણ હુંમલો કર્યો હોવાના સત્તાવાર સમાચાર મળ્યા હતા. માઓવાદીઓ દ્વારા આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સુરક્ષાદળના પાંચ જવાનો શહીદ થયા હતા. આ હુમલામાં ધારાસભ્ય ભીમા મંડાવીનું પણ મૃત્યુ થયું હતું. દંતેવાડા છત્તીસગઢની બસ્તર લોકસભાની બેઠકનો વિસ્તાર છે. મતદાન આડે હવે માંડા 36 કલાકનો સમય બાકી રહ્યો છે ત્યારે આ પ્રકારની નવી હિંસા આચરવાની શરૂઆત થઈ ગઈ છે. સીઆરએફ અને રાજ્ય પોલીસની ટીમો તપાસકાર્ય કરી રહી છે. સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા બંદાોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. છત્તીસગઠ માઓવાદી નકસલવાધીઓનો ગઢ ગણાય છે. છત્તીસગઢમાં અગાઉ પણ આ પ્રકારના હુમલાઓ નકસલવાદીઓ દ્વારા અનેકવાર કરવામાં આવ્યા હોવા છતાં પૂરતી તકેદારી કે સુરક્ષાની ગોઠવણમાં હંમેશા ગફલત થતી રહી છે.