ચૂંટણીના બીજા તબક્કામાં પશ્ચિમ બંગાળના કેટલાક મત- વિસ્તારોમાં હિંસાની ઘટનાઓ – ભાજપ અને તૃણમૂલના કાર્યકરો વચ્ચે ઝપાઝપી

0
762

 

લોકસભામાં બીજા ચરણમાં પશ્ચિમ બંગાળમાં અનેક સ્થળે હિંસાની ઘટનાઓ બની હતી. દિનાજપુર સ્થિત ચોપા વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેને કારણે એવીએમ તૂટી ગયું હતું. ઈસ્લામપુરમાં માકર્સવાદી નેતાઓ મમતા બેનરજીના પક્ષના કાર્યકરો પર હુમલોનો આરોપ લગાવ્યો હતો. લોકોના બેકાબૂ ટોળાઓને વિખેરવા માટે પોલીસેે અશ્રુગેસ અને લાઠી ચાર્જ કર્યો હતો. ભાજપના મહાસચિવ અને રાયગંજલોકસભા મતવિસ્તારના ઉમેદવાર દેબશ્રી ચૌઝરીએ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ પર બુથ કેપ્ચરિંગનો આરોપ મૂક્યો હતો. જયારે જયારે પશ્ચિમ બંગાળમાં નાની કે મોટી ચૂંટણીઓ યોજાતી હોય છે ત્યારે હિંસાની અને આગની ઘટનાઓ બનતી રહે છે. એ જ પરિસ્થિતિ બિહારમાં પણ જોવા મળી હતી. અહીં પણ લોકોના તોફાની ટોળાને વિખેરવા સુરક્ષાકર્મીઓએ લાઠીચાર્જ કરવો પડયો હતો.