ચીન સીમા પર અટકચાળો કરવાનું હજી છોડતું નથી.પૂર્વી લડાખ વિસ્તારની વાસ્તિવક નિયંત્રણ રેખા પર 50 હજાર ચીની સૈનિકો તૈનાત કર્યા બાદ મોટા પાયે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે..

Reuters

 

     વારંવાર ભારત દ્વારા વિનંતી તેમજ ચેતવણીઓ આપ્યા બાદ પણ ચીન એના મેલા મનસૂબાઓ પાર પાડવાની કામગીરી આગળ ધપાવી રહ્યું છે. ચીની લશ્કરના ડ્રોન ભારતીય ચોકીઓની આસપાસ ઉડાન ભરતા રહ્યા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પીપલ્સ લિબરેશન આમીર્ (પીએલએ) ની ગતિવિધિઓ સેકટર ગોગરા હાઈટસ વગેરે ક્ષેત્રોમાં જોવા મળી રહી છે. ભારતીય સેના ચીનની તમામ હરકતો પર ચાંપતી નજર રાખી રહી છે. ભારતનું સૈન્ય એકદમ સતર્ક છે. હવે ભારતીય લશ્કર પણ મોટાપાયે ડ્રોન તૈનાત કરી રહ્યું છે. ચીનની વાત પર કોઈ ભરોસો રાખી શકાય તેમ નથી. હવે જેમ બને તેમ જલ્દી ઈઝરાયલ પાસેથી આયાત કરેલા ડ્રોનને પણ ભારતીય ડ્રોનના કાફલામાં સામેલ કરવામાં આવશે.