
વોશિંગ્ટનઃ સમગ્ર વિશ્વને હચમચાવી રહેલા કોરોનાના કહેરને કારણે દુનિયાભરના દેશો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે એમાં ય કોવિડ-૧૯ના વાંકે સૌથી વધુ જાનખુવારી વેઠનાર અમેરિકા ચીન સામે સૌથી વધુ આક્રોશિત થયું છે અને તે અનુસંધાને વોશિંગ્ટને બીજિંગ સામે શ્રેણીબદ્ધ પગલાં લેવા શરૂ કર્યા છે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જણાવ્યુ હતું કે અમેરિકા વિશ્વ આરોગ્ય સંસ્થાન (ષ્ણ્બ્) સાથેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકે છે કારણ કે કોવિડ-૧૯ થકી દુનિયાભરમાં થતાં મૃત્યુ અને વિનાશ માટેનું આળ હું ચીન અને ‘ષ્ણ્બ્’ પર મૂકી રહ્યો છું. ષ્ણ્બ્ને અપાતું ભંડોળ હવે અન્ય વૈશ્વિક જાહેર સ્વાસ્થ્ય સંગઠનો ભણી વાળવામાં આવશે એમ જણાવવા સાથે ટ્રમ્પે, કેટલાક ચીની નાગરિકોનો પ્રવેશ નકારવાની ઘોષણા જારી કરવા અને અમેરિકામાં ચીની રોકાણો વિરુદ્ધનાં નિયમનો કડક બનાવવા સહિતના શ્રેણીબદ્ધ નિર્ણયો જાહેર કર્યા હતા. ચીને લાદેલા નવાં અંકુશોના જવાબમાં યુએસ, હોંગકોંગ સાથેના ખાસ વ્યવહારનો અંત લાવે છે, હોંગકોગની સ્વાયત્તતા વિશે તેણે વિશ્વને આપેલા વચનનો ભંગ કર્યો છે.
વ્હાઈટ હાઉસના રોઝ ગાર્ડનસ્થિત આપેલા આક્રમક વકતવ્યમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે વિશ્વને ચીન પાસેથી જવાબ જોઈએ છે. ચીન સામેના આરોપો દોહરાવતાં તેમણે કહ્યુ હતું કે દાયકાઓથી તેણે અમેરિકાને એ હદે છેતર્યુ છે, જેવું અન્ય કોઈએ નથી કર્યુ. ચીને માત્ર બૌદ્ધિક સંપદાની જ ચોરી નથી કરી પણ અમેરિકામાંથી અબજો ડોલર કમાયા છતાં અહીંના લોકોને નોકરીઓ ન આપી, પૂર્વ રાજકારણીઓ અને પૂર્વ પ્રમુખોના વાંકે તે આવી ચોરીચપાટી કરતું રહ્યું. વિશ્વ વ્યાપાર સંગઠન હેઠળના પ્રતિબદ્ધતાઓનુંય તેણે ઉલ્લંઘન કર્યુ છે. ઈન્ડો-પેસિફિક સમુદ્રમાંના વિસ્તારો પર ચીન અનધિકૃતપણે દાવો કરી રહ્યું છે, તેનાથી જહાજી વ્યવહારના સ્વાતંત્ર્ય અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર જોખમાય છે એમ જણાવી ટ્રમ્પે ઉમેર્યુ હતું કે ચીન અમેરિકા અને અન્ય અનેક રાષ્ટ્રોને આપેલા વચનોનો સતત ભંગ કરતું આવ્યું છે. વુહાનમાંના વાઈરસને ચીનને છાવરતાં બીમારી વિશ્વભરમાં ફેલાઈ. ચીની અધિકારીઓ આ વિશે ષ્ણ્બ્ને રિપોર્ટ કરવાની જવાબદારી ચૂકયા, ચીની સત્તાવાળાઓએ પ્રથમ વિષાણુ જ્યાં ખોળી કાઢયા તે વિશે વિશ્વને ગેરમાર્ગે દોરવા હુ પર દબાણ આચર્યુ. અમેરિકા દ્વારા હુને ભંડોળરૂપે વર્ષે અપાતા માત્ર ૪પ કરોડ ડોલરની તુલનામાં માત્ર ૪ કરોડ ડોલર ચૂકવતું ચીન હુ પર પૂર્ણ અંકુશ ધરાવે છે.