
નવી દિલ્હીઃ ચીને શિનિજયાંગ તથા તિબેટ દેશોમાં પોતાના મિસાઇલો ગોઠવ્યા છે જે ખતરાનો સામનો કરવા ભારતે પ૦૦ કિલોમીટરની રેન્જના બ્રહ્મોસ ક્રુઝ મિસાઇલ તથા ૮૦૦ કિ.મી.ની રેન્જ ધરાવતા નિભર્ય ક્રુઝ મિસાઇલોને આકાશ સરફેસ-ટુ-એર મિસાઇલોની સાથે તૈનાત કરી છે. જયારે ચીનના લશ્કર પીએલએના વેસ્ટર્ન થિયેટર કમાન્ડ દ્વારા ૨૦૦૦ કિ.મી. સુધીની રેન્જ ધરાવતા મિસાઇલો તિબેટ અને શિનિજયાંગમાં તૈનાત કરવામાં આવી છે ત્યારે તેનો સામનો કરવા માટે ભારતે પણ પોતાના આ શક્તિશાળી મિસાઇલો ગોઠવી દીધી છે. ઘટનાથી વાકફ લોકોએ એક અગ્રણી અખબારને જણાવ્યું હતું કે સૌથી ખરાબ સંજોગોનું નિમાર્ણ થાય તેનો સામનો કરવા માટ ભારતે સુપરસોનિક બ્રહ્મોસ, સબસોનિક નિભર્ય અને સાથો સાથે આકાશ મિસાઇલો ગોઠવ્યા છે. ભારતે લદાખ સેકટરમાં પુરતી સંખ્યામાં બ્રહ્મોસ મિસાઇલો ગોઠવ્યા છે અને આ સ્ટન્ડ ઓફ શસ્ત્રને એસયુ-૩૦ એમકેઆઇ ફાઇટર વિમાનો દ્વારા પણ ઝીંકી શકાય તેવો વિકલ્પ રાખવામાં આવ્યો છે. નિભર્ય મિસાઇલ સરફેસ ટુ સરફેસ મિસાઇલ છે અને તે ૧૦૦૦ કિ.મી.ની રેન્જ ધરાવે છે તથા આકાશ મિસાઇલ સરફેસ ટુ એર છે અને આ મિસાઇલોને લદાખ સેકટરમાં જુદા જુદા પોઇન્ટ પર તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત બ્રહ્મોસ મિસાઇલોને નિકોબાર ટાપુ પરથી પણ ફાઇટર જેટો વડે રવાના કરી શકાય તેવી ગોઠવણ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મે મહિનાથી લદાખમાં ભારત અને ચીન વચ્ચે તનાવ ચાલી રહ્યો છે અને બંને દેશોએ પોતાની સજ્જતા વધારી દીધી