ચીન પર પ્રતિબંધ મૂકો- અમેરિકાની કોંગ્રેસમાં કેટલાક સભ્યોએ પ્રસ્તાવ રજૂ કર્યો …

 

       વુહાન મહામારીથી આજે આખું વિશ્વ સંકટમાં છે. લોકોના જીવન જોખમમાં મૂકાયા છે. દુનિયાભરના દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. અમેરિકા સહિત અનેક દેશોના લોકોનું જનૃજીવન અસ્ત- વ્યસ્ત થઈ ગયું છે. અમેરિકાના અર્થતંત્ર પર સંકટના વાદળો છવાયા છે. કરોડો લોકોએ પોતાની રોજી રોટી ગુમાવી છે. હજારો લોકોના મૃત્યુ થયા છે. વુહાનની લેબમાંથી કોરોના   વાયરસનો ઉદભવ હોવાનું અમેરિકાના પ્રમખ ડોનાલ્ડ ટ્રમ્પ માને છે. અમેરિકાને કોરોનાની મહામારીને કારણે ખૂબ સહન કરવું પડયું છે. ચીને કોરોના વાયરસની ખરી હકીકત દુનિયાથી છુપાવી હતી. આથી ચીન સાથે અમેરિકાએ સખ્તાઈથી કામ લેવું જોઈે. ચીન પર પ્રતિબંધ મૂકવો જોઈએ એવો પ્રસ્તાવ અમેરિકી સંસદમાં 9 સભ્યોએ રજૂ કર્યો હોવાનું સમાચાર સૂત્રોએ  જણાવ્યું હતું.