ચીન ગમે તેટલી ડંફાસ મારે ભારતની સી ફૂડ પાછળ પાગલ

 

નવી દિલ્હીઃ ચીનની ઈલેક્ટ્રોનિક આઈટમ હોય કે પછી અન્ય સામાન, સસ્તા થવાના કારણે ભારતીયો પર તેનો જાદૂ છવાયેલો હોય છે. પરંતુ જ્યારે વાત ભારતીય સી ફૂડની આવે તો ચીની લોકો તેના દીવાના થઈ જાય છે. સ્થિતિ એવી છે કે દુનિયામાં એકમાત્ર ચીન એવો દેશ છે કે જે એડવાન્સ પૈસા આપીને તે મંગાવે છે. અત્રે જણાવવાનું કે ચીનની નાપાક હરકતોના પગલે ભારતમાં ચીનના ઉત્પાદનોના બહિષ્કાર અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. જ્યારે ચીન એવી ડંફાશો માર્યા કરે છે કે તેને તેની કોઈ અસર નહીં પડે.

ચીની લોકોને ભારતનું સી ફૂડ એટલું બધુ ભાવે છે કે તેઓ તેની પાછળ પાગલ છે. ભારતની સમુદ્રી ઝીંગા માછલી અને કેટલાક અન્ય સમુદ્રી ખાદ્ય પદાર્થો (સી ફૂડ) ચીનીઓને ખુબ પસંદ છે. એટલું બધું પસંદ છે કે તેઓ તેના માટે ૩૦ ટકા એડવાન્સ પણ આપી દે છે અને જેવો માલ ત્યાં પહોંચી જાય છે કે ૧૦૦ ટકા પેમેન્ટ પણ થઈ જાય છે. આ જ કારણ છે કે હાલ ભારતથી સી ફૂડ સૌથી વધુ નિકાસ ચીનને જ થાય છે. મરીન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ કે. એસ. શ્રીનિવાસનું કહેવું છે કે આમ તો વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન સી ફૂડની એટલી નિકાસ થઈ શકી નથી જેટલી એક વર્ષ પહેલા થઈ હતી. પરંતુ સારી વાત એ છે કે ચીનમાં અમારી નિકાસ ઝડપથી વધી છે. હાલ જો વોલ્યુમ ટર્મમાં જોઈએ તો વર્ષ ૨૦૧૯-૨૦ ટન સીફૂડ તો ફક્ત ચીનમાં જ ગયુ. તે અમારા કુલ નિકાસનો ૨૫.૫૫ ટકા છે. ત્યારબાદ અમેરિકાનો નંબર આવે છે જ્યાં ૨૦૧૯-૨૦માં વર્ષે ૨,૦૫,૧૭૮ ટન સીફૂડની નિકાસ થઈ જે ટોટલ નિકાસનો ૨૩.૬૬ ટકા ભાગ છે. 

વોલ્યુમ પ્રમાણે જોઈએ તો ગત એક વર્ષમાં ચીનને મોકલવામાં આવનારા સી ફૂડની માત્રામાં ૪૬.૧૦ ટકાનો વધારો થયો છે. વર્ષ ૧૮-૧૯ દરમિયાન ચીનને અમે ૨,૨૫,૫૧૯ ટન સી ફૂડ મોકલ્યું હતું. જે આ વર્ષે વધીને ૩,૨૯,૪૯૭ ટન પર પહોંચી ગયું. જેમાંથી મોટાભાગનું  જ્શ્વંદ્યફૂઁ લ્ત્ર્શ્વજ્ઞ્ૃષ્ટસ્ર્ છે. જો ડોલર પ્રમાણે જોઈએ તો ગત એક વર્ષમાં ચીનને નિકાસમાં ૬૯.૪૭ ટકાનો વધારો થયો છે