ચીન- અમેરિકા વચ્ચે તંગદિલી વધી રહી છે..

 

                કોરોના વાયરસને કારણે આખું જગત અત્યારે સંકટમાં છે. કોરોનાનો ઉદભવ ચીનના વુહાન શહેરમાંથી થયો હોવાથી અમેરિકા ગુસ્સામાં છે. સમગ્ર વિશ્વથી વાયરસની માહિતી ચીને છુપાવી તે સામે અમેરિકાને  સખત વાંધો છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ભૂમિકા સામે પણ અમેરિકાનો ગુસ્સો અનો આક્રોશ સહુ જાણે છે. ચીનના અક્કડ અને મનસ્વી વર્તનને સાંખી લેવાના મુડમાં અમેરિકા નથી. કોરોનાને કારણે અમેરિકા માં ખૂબ જાનહાનિ થઈ છે , દેશનું અર્થતંત્ર સદંતર ખોરવાઈ ગયું છે. લોકોનું જીવન તહસનહસ થઈ ગયું છે. ધંધા- રોજગાર- અર્થતંત્ર ખાડે જઈ રહ્યું છે. કોરોનાના પ્રસારને રોકવા માટે બહારના લોકોને અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. એ જ દિશામાં આગળ પગલું ભરીને આગામી 16 જૂનથી અમેરિકાએ ચીનથી આવનારી દરેક ફલાઈટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આના પ્રત્યાતરૂપે ચીને પણ એવું જાહેર કર્યું છે કે, અમેરિકન એરલાઈન્સની સીમિત ફલાઈટોને જ ચીનમાં પ્રવેશ કરવા દેવાશે. કોરોના વાયરસના પ્રસારને કારણે ચીને આંતરરાષ્ટ્રીય ફલાઈટોની સેવાઓ પર ચીનમાં પ્રતિબંધ મૂકી દીધો હતો. પરંતુ હવે ચીને સીમિત સંખ્યામાં આંતરરાષ્ટ્રીય ફલાઈટોને પ્રવેશવાની ચીન દ્વારા પરવાનગી આપવામાં આવશે.