ચીને ભારતમાં જ રિસર્ચ કરીને તૈયાર કર્યો જીવલેણ કોરોના વાઇરસ?

 

નવી દિલ્હીઃ સૂત્રોના અહવાલે એકદમ ચોંકાવનારો ખુલાસો થયો છે. જે મુજબ કોરોના વાઇરસને તૈયાર કરવાની પ્રક્રિયા ભારતની ધરતી પર થઈ હતી. જેમાં ચીનની સાથે ભારત અને અમેરિકાના વૈજ્ઞાનિકો પણ સામેલ હતાં. જો કે ભારતીય વૈજ્ઞાનિકોને અંધારામાં રાખીને દગાથી સેમ્પલિંગ કરવામાં આવ્યું હતું. 

એવા ખબર છે કે ઉત્તર પૂર્વ રાજ્ય નાગાલેન્ડમાં ચીનના વૈજ્ઞાનિકોએ ગુપ્ત રિસર્ચ બનાવ્યું. જે ત્યાંના કિફિરે જિલ્લાના મિમી ગામમાં હતું. અહીંના ૧૮થી ૫૦ વર્ષના લગભગ ૮૫ લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું. એવો દાવો છે કે નાગાલેન્ડના આ ગામમાં ખુબ જ ગોપનીય રીતે આ અભ્યાસ હાથ ધરાયો હતો. જેનો હેતુ એ હતો કે શું માણસોની ઈમ્યુન પણ વાઇરસ સામે લડવામાં ચામાચિડીયા જેટલી વિકસિત કરી શકાય છે ખરી?

હકીકતમાં નાગાલેન્ડનું મિમી ગામ ચીનની સરહદની ખુબ નજીક છે. આ વિસ્તારના જંગલોમાં એવા આદિવાસીઓ રહે છે જે ચામાચિડીયાનો શિકાર કરે છે અને તેને ભોજનમાં પણ ઉપયોગમાં લે છે. એવું કહેવાય છે કે આ આદિવાસીઓની ઈમ્યુન સિસ્ટમ પણ ચામાચિડીયાની જેમ જ વાઇરસ સામે લડવામાં ખુબ મજબુત હોય છે. જેથી કરીને ચીને મિમી ગામમાં રિસર્ચ કરવાનું નક્કી કર્યું. આ માટે તેણે અમેરિકા અને ભારતના કેટલાક વૈજ્ઞાનિકોને એમ કહીને તૈયાર કર્યાં કે આ અભ્યાસથી ખતરનાક વાઇરસનો મુકાબલો કરવાની ટેક્નોલોજી વિકસીત કરી શકાય છે. 

નાગાલેન્ડના મિમી ગામ વિસ્તારમાં સેંકડોની સંખ્યામાં ચામાચિડીયા આવે છે અને અત્યાર સુધીના રિસર્ચમાં એ સાબિત થયું છે કે ચામાચિડીયા પોતે જરાય પ્રભાવિત થયા વગર ઈબોલા, સાર્સ કે પછી કોરોના વાઇરસને પોતાના શરીરમાં લાંબો સમય સુધી રાખી શકે છે. આથી દાવો કરાય છે કે આ અભ્યાસનો હેતુ માણસની ઈમ્યુનને ચામાચિડીયા જેટલી વિક્સિત કરવાનો હતો. સૂત્રોનેે જાણકારી મળી છે કે ચીને આ કામ માટે એટલો જબરદસ્ત પ્લાન બનાવ્યો હતો કે તેણે આ રિસર્ચમાં અમેરિકા અને સિંગાપુરના વૈજ્ઞાનિકોને પણ સામેલ કર્યા હતાં. એટલું જ નહીં આ કામમાં અમેરિકી રક્ષા મંત્રાલયની ડિફેન્સ થ્રેટ રિડક્શન એજન્સી એટલે કે ઝ઼વ્ય્ખ્ના ફંડનો પણ ઉપયોગ થયો. 

દાવો છે કે આ ગુપ્ત રિસર્ચ અભિયાનમાં અમેરિકાના યુનિફોર્મ્ડ સર્વિસિઝ યુનિ. ઓફ ધ હેલ્થ સાયન્સિઝ અને સિંગાપુરના ડ્યૂક નેશનલ યુનિ.ના વૈજ્ઞાનિકો સામેલ હતાં. કેટલીક ભારતીય સંસ્થાઓના નામ પણ આ કડીમાં લેવાઈ રહ્યાં છે. પરંતુ તેના અંગે વિસ્તૃત રિપોર્ટ આવવાનો હજુ બાકી છે.