ચીને પાકિસ્તાનને વેચી અતિ શક્તિશાળી ટ્રેકિંગ સિસ્ટમ – હવે પાકિસ્તાન હવે મલ્ટી વોરહેડ મિસાઈલ વધુ ક્ષમતાભરી બનાવી શકશે !

0
866
Reuters

તાજેતરમાં ચીને પાકિસ્તાનને અતિ આધુનિક અને સંવેદનશીલ ટ્રેકિંગ સિસ્ટમ ( પધ્ધતિ) વેચી છે. જેને કારણે પાકિસ્તાનની મિસાઈલ ક્ષમતામાં વધારો થવાની સંભાવના છે. આ રીતે પોતાની ટ્રેકિંગ પ્રણાલી પાકિસ્તાનને વેચનાર પ્રથમ દેશ છે. યુધ્ધના શસ્ત્ર- સરંજામના ક્ષેત્રમાં પાકિસ્તાનને જોઈતા શસ્ત્રો પૂરો પાડવામાં ચીને આગળ પડતો ભાગ ભજવ્યો છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનની સેનાએ હાલમાં જ પોતાની નવી મિસાઈલોના પરીક્ષણ અને વિકાસ માટે ચીન દ્વારા વેચવામાં આવેલી ટ્રેકિંગ સિસ્ટમને ફાયરિંગ રેન્જના સ્થળે ગોઠવી દીધી હતી. પાકિસ્તાનમાં આ ટ્રેકિંગ પ્રણાલીને એસેમ્બલ કરવા , તેની ક્ષમતા તપાસવા અને તેનો ઉપયોગ કરવા માટે ચીનની ટીમે ટેકનિકલ પ્રશિક્ષણ આપ્યું હતું, આ સમયે ચીનના ટેકનિક- નિપુણ કર્મચારીઓને ખૂબ જ માન આપવામાં આવ્યું હતું.