બીજિંગઃ ચીનના શિનજિયાંગ પ્રાંતમાં અનેક મુસ્લિમ બાળકો તમને એવાં જોવા મળશે, જેમને સરકારે બોર્ડિંગ સ્કૂલમાં રાખ્યાં છે. ન્યુ યોર્ક ટાઇમ્સના રિપોર્ટમાં આવી જ એક બાળકીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના પિતાનું દેહાંત થઈ ગયું છે અને માતાને ડિટેન્શન કેમ્પમાં મોકલી દેવાઈ છે. જોકે પ્રશાસને બાળકીને અન્ય રિલેટિવ્ઝની પાસે મોકલવાની જગ્યાએ સરકાર તરફથી ચાલતી બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દીધી. ચીનના શિનજિયાંગ પ્રાંતમાં આવી અનેક બોર્ડિંગ સ્કૂલો ખૂલી છે, જેમાં મુસ્લિમોને પણ રાખવામાં આવી રહ્યા છે.
એક રિપોર્ટ મુજબ, લાખો ઉઇગર અને કઝાક મુસ્લિમોને ડિટેન્શન કેમ્પોમાં રખાયા છે, જ્યારે તેમનાં બાળકોને બોર્ડિંગ સ્કૂલોમાં મોકલવામાં આવ્યાં છે. આવાં બાળકોની સંખ્યા લગભગ પાંચ લાખ થાય છે. મુસ્લિમ વસતિમાં કથિત રીતે કટ્ટરતાને ખતમ કરવા માટે ચીને લાખો લોકોને ડિટેન્શન કેમ્પોમાં મોકલ્યા છે. આ ઉપરાંત એ બાળકોને પણ તેમનાથી અલગ રાખી રહી છે.
શિનજિયાંગ પ્રાંતની સરકાર તરફથી બહાર પડાયેલા એક દસ્તાવેજ મુજબ, પ્રદેશના ૮૦૦થી વધુ વિસ્તારોમાં એક કે બે એવી શાળાઓ ખોલવાની યોજના તૈયાર કરાઈ છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીનું કહેવું છે કે આવી શાળાઓને ગરીબ બાળકો માટે તૈયાર કરાઈ છે. જેમના પરિવારજનો દૂરના વિસ્તારોમાં કામ કરે છે અને તેમની દેખભાળ કરી શકતા નથી. જોકે ૨૦૧૭ના એક દસ્તાવેજ મુજબ, સરકાર ઇચ્છે છે કે બાળકોને તેમના કુટુંબથી દૂર રાખવામાં આવે, જેથી કરીને તેમના પર તેમના પરિવારનો પ્રભાવ ન રહે.
Home INTERNATIONAL ચીને પાંચ લાખ મુસ્લિમ બાળકોને બોર્ડિંગ સ્કૂલોમાં મોકલી દીધાં, માતા-પિતા ડિટેન્શન કેમ્પમાં