ચીને નવા હાઈપરસોનિક એન્જિનનું કર્યુ પરીક્ષણ

 

 

ચીન: ચીને એક નવા હાઇપરસોનિક એન્જિનનું પરીક્ષણ કર્યું છે. દાવો કરવામાં આવી રહ્યું છે કે પરીક્ષણ ઉડાન દરમિયાન એન્જિને તમામ ધારાધોરણોને પૂરા કર્યા છે. આ એન્જિન દ્વારા ચીન ડીએફ-૧૭ જેવી બીજી હાઇપરસોનિક મિસાઇલ બનાવી શકે છે. ૧૧ મીટર લાંબી ચીનની ડીએફ-૧૭ મિસાઇલ ૧૮૦૦ કિ.મી.થી ૨૫૦૦ કિ.મી.ના અંતર સુધી હુમલો કરવામાં સક્ષમ છે. ચીન ભવિષ્યમાં આ એન્જિનની મદદથી હાઇપરસોનિક વિમાન અને પૃથ્વીની નીચલી કક્ષામાં જનારા પ્લેન બનાવી શકે છે. ચીન નવી હાઇપરસોનિક મિસાઇલ બનાવે છે તો તેનાથી ભારત, અમેરિકા સહિત સમગ્ર વિશ્ર્વને ખતરો વધી જશે. એન્જિને સફળતાપૂર્વક પહેલા ઉડાન પરીક્ષણને પૂ‚ કર્યું છે. ટેસ્ટ લાઇટમાં સહાયતા માટે બે સ્ટેજવાળા રોકેટ બૂસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો. ઉડાનના બીજા સ્ટેજમાં એન્જિન પૂર્વ નિર્ધારિત ઊંચાઇએ અને સ્પીડ પર પહોંચ્યું.