ચીને ત્રણ દાયકામાં પહેલીવાર ભારત પાસે આ વસ્તુની આયાત કરી

 

નવી દિલ્હીઃ બુધવારે ભારતીય ઉદ્યોગના અધિકારીઓએ રોઇટર્સને જણાવ્યું હતું કે, સપ્લાયને કડક બનાવવા અને ભારતમાં તીવ્ર ઘટાડાની ઓફરને કારણે ચીને ઓછામાં ઓછા ત્રણ દાયકામાં પહેલીવાર ભારતીય ચોખાની આયાત શરૂ કરી છે. દુનિયામાં ચોખાનો સૌથી મોટા પાયે નિકાસ કરનાર દેશ ભારત છે. અને ચીન ચોખાની સૌથી મોટા પાયે આયાત કરનાર દેશ છે. બેઇજિંગ વાર્ષિક આશરે ૪ મિલિયન ટન ચોખાની આયાત કરે છે, પરંતુ ગુણવત્તાના મુદ્દાઓને ટાંકીને ચીન ભારત પાસેથી ચોખાની આયાત કરતુ નથી. ચોખાના નિકાસકારો મંડળના પ્રમુખ બી.વી. કૃષ્ણ રાવે બુધવારે જણાવ્યું હતું કે, પહેલીવાર ચીને ભારત પાસે ચોખાની ખરીદી કરી છે. ભારતીય પાકની ગુણવત્તા જોયા પછી તેઓ આવતા વર્ષે ભારત પાસેથી ચોખાની ખરીદીમાં વધારો કરી શકે છે. ભારતીય વેપારીઓએ ડિસેમ્બર-ફેબ્રુઆરીના શિપમેન્ટમાં ટન દીઠ આશરે ૩૦૦ની કિંમતમાં એક લાખ ટન ભાંગેલા ચોખાની નિકાસ કરવાનો કરાર કર્યો છે, એમ ઉદ્યોગ અધિકારીઓએ જણાવ્યું હતું. ભારતીય ચોખાના વેપાર અધિકારીઓએ ઉમેર્યુ હતુ કે ઇલેન્ડ, વિયેતનામ, મ્યાનમાર અને પાકિસ્તાન જેવા ચીનના પરંપરાગત સપ્લાયરો પાસે આ વર્ષે નિકાસ માટે મર્યાદિત પુરવઠો છે અને ભારતીય ચોખાના ભાવોની તુલનામાં આ દેશોએ ટન દીઠ ઓછામાં ઓછા ૩૦ વધારે માંગ્યા છે એટલે પણ ચીને ૩૦ વર્ષમાં પહેલીવાર ભારત પાસે ચોખાની માંગણી કરી છે.