ચીને  અમેરિકાને રોકડું પરખાવી દીધું – અમારો દેશ  વિશ્વમાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા નથી ચાહતો, પણ અમને વારસામાં મળેલી ભૂમિનો એક  ઈંચ પણ અમે છોડીશું નહિ…

0
839
U.S. Defense Secretary Jim Mattis receives a bouquet upon arrival at an airport in Beijing, China June 26, 2018. REUTERS/Phil Stewart
REUTERS

આજકાલ અમેરિકા અને ચીનના સંબંધો તનાવ- ટકરાવથી ઘેરાયેલા છે. અમેરિકાની ટ્રમ્પ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી નવી વ્યાપાર – નીતિથી ચીન નારાજ થયું છે. હાલમાંં અમેરિકાના રક્ષામંત્રી જિમ મૈટિસ ચીનની મુલાકાતે ગયા છે. તેઓ દક્ષિણ ચીન મહાસાગરમાં ચીન દ્વારા કરવામાં આવતી સૈનિક ગતિવિધિનો સખત વિરોધ કરી રહ્યા છે, તો સામે પક્ષે ચીન અમેરિકાની તાયવાન તરફી વિદેશનીતિનો સખત વિરોધ અને ટીકા કરે છે. આમ બન્ને મહાસત્તા વચ્ચે પરસ્પર હિતોનો ટકરાવ છે અને સત્તાનો અહંકાર છે..ચીન તાયવાનને ચીનનો જ એક ભાગ ગણાવે છે. અમેરિકા તાયવાનની સ્વાયત્તતાનો મુદો્ આગળ ધરીને તાયવાનને વધુ ને વધુ શસ્ત્ર – સરંજામ આપી રહ્યું છે.