ચીની સેનાની મુશ્કેલી વધીઃ ભારતીય સૈન્ય ૩૦ માળની ઉંચાઈ પર

 

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે પેંગોંગ તળાવ નજીકના એન્કાઉન્ટર બાદથી ઉચ્ચ સ્તરીય બેઠકો ચાલુ છે. જો કે, ઘણા અહેવાલો બહાર આવ્યા છે કે લદાખના ઘણા એવા ક્ષેત્ર છે જ્યાં ભારતીય અને ચીની સૈન્ય સંપૂર્ણ રૂબરૂ છે અને તણાવપૂર્ણ પરિસ્થિતિ હજી યથાવત્ છે. જો કે, ભારતીય સેના ખૂબ ઊંચાઈ પર છે અને તેમને લડતમાં આનો ઘણો ફાયદો મળી શકે છે.

એક રિપોર્ટ મુજબ ભારતીય સૈન્ય કેટલાક વિસ્તારમાં આશરે ૩૦ માળની ઊંચાઈ પર છે, જ્યારે ચીની સૈનિકો આને મુકાબલે ઘણા નીચે છે. ભારતીય જવાનોએ ઊંચાઇ પર કબજો કર્યો છે અને તેમને દૂર કરવાનો પ્રયાસ ચીન પર ભારે પડી શકે છે.

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઊંચાઇ પર બેઠેલી સેના પાસે બચાવની વધુ સંભાવના હોય છે. જે ઊંચાઈ પર બેઠા હોય તેના પર હુમલો કરવો મુશ્કેલ થઇ જાય છે. આ ચીની સૈનિકો માટે ૩૦મા માળ પર બેઠેલી વ્યક્તિને નિશાન બનાવવાની જેમ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતે સિયાચીન ગ્લેશિયરમાં ૧૯૮૪માં ૬,૭૦૦ મીટરની ઊંચાઇએ લશ્કરી કાર્યવાહી હાથ ધરી હતી. સિયાચીન વિશ્વનું સર્વોચ્ચ યુદ્ધનું મેદાન છે. વર્તમાન તણાવ ૫૦૦૦ મીટર ચુશુલમાં છે. આવી સ્થિતિમાં, ચીની આર્મીની માન્યતા છે કે ભારતીય સૈન્ય દુર્ગમ વિસ્તારોમાં લડવામાં સક્ષમ નથી, તેમને કદાચ ભારી પડી શકે છે.

નિષ્ણાંતોના મતે, આટલી આટલી ઊંચાઈથી દુશ્મનના મોરચાથી હુમલો કરવો જીવલેણ સાબિત થાય છે. આટલી ઊંચાઇએ ચઢવું પણ મુશ્કેલ છે કારણ કે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે અને સામાન ભારી હોય છે. રિપોર્ટમાં ભારતના નિવૃત્ત બ્રિગેડિયર દીપક સિંહાને ટાંકીને જણાવ્યું છે કે, જો તમારે હુમલો કરવો હોય તો તમારે ઊંચાઇએ બેઠેલા વ્યક્તિનો સામનો કરવા માટે ૯ સૈનિકોની જરૂર પડે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચીને પાછલા દિવસોમાં ૪,૬૦૦ મીટરની ઊંચાઇએ ઓછા કેલિબરની Howitzer સાથે પ્રેક્ટિસ કરી હતી. તેને ૬ ની જગ્યાએ ૪વ્હીલ પર રાખવામાં આવી હતી. તે જ સમયે, ટ્રક પર ભરેલા HJ-10 પણ ચારને બદલે બે લોન્ચર હતાં. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ શસ્ત્રોમાં પરિવર્તન કદાચ ડુંગરાળ વિસ્તારોમાં લઇ જવા માટે વજન અને લંબાઈ ઘટાડવાના હેતુથી કરવામાં આવ્યું છે.

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ચીન અને ભારત શાંતિ વિશે વાત કરી રહ્યા છે પરંતુ સરહદની બંને બાજુ સૈનિકોનું એકત્રીત વધી રહ્યું છે. લેટેસ્ટ સેટેલાઇટ ફોટાથી જાણ થઇ રહી છે કે, ચીને ડોકલામથી ૩૩૦ કિમી દૂર તેના એરપોર્ટને અપગ્રેડ કરવાનું શરૂ કર્યું છે. અહીં હાર્ડેન્ડ એરક્રાફ્ટ શેલ્ટર તૈયાર કરવામાં આવી રહ્યા છે જે આ ક્ષેત્રમાં PLAની એરફોર્સની તાકાત વધારવાનું કામ કરશે