ચીનમાં હાહાકાર, એકસાથે ઘણા બધા વૈજ્ઞાનિકોના રાજીનામા પડ્યા કે તાનાશાહ સરકાર સ્તબ્ધ

 

નવી દિલ્હીઃ ચીનમાં હવે એવી સ્થિતિ પેદા થઈ ગઈ છે કે ચીનની તાનાશાહી સરકાર સામે તેમના જ વૈજ્ઞાનિકો અવાજ ઉઠાવી રહ્યાં છે. સરકારે વૈજ્ઞાનિકોને પોતાના ખોટા મનસૂબાઓની પૂર્તિનું માધ્યમ બનાવી રાખ્યા છે. આ વિદ્રોહ તો એક દિવસ થવાનો જ હતો. હવે સરકાર માટે એટોમિક રિસર્ચ સેન્ટર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. ૯૦ જેટલા પરમાણુ વૈજ્ઞાનિકોના એક સાથે રાજીનામા પડ્યા છે. 

ચીનની રાજધાની સ્થિત ચાઇનીઝ એટોમિક સેન્ટરમાં સરકારથી નારાજ વૈજ્ઞાનિકોના ઢગલાબંધ રાજીનામા પડ્યાં. હાલાત એટલી ખરાબ થઈ છે કે સેન્ટર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. કારણ કે સેન્ટરમાં ખુબ ઓછા વૈજ્ઞાનિકો બચ્યા છે. આ વાતથી ડોક્ટરોનો ગુસ્સો વધી રહ્યો છે કે સરકાર તરફથી તેમને મનાવવાની પણ કોઈ કોશિશ થઈ રહી નથી. 

બેઈજિંગસ્થિત ચીનના સરકારી પરમાણુ સંસ્થાન આઇનેસ્ટમાં કામ કરનારા ૯૦ વૈજ્ઞાનિકોના રાજીનામાથી ચીનની સરકારમાં ચિંતા દેખાઈ રહી છે. સરકાર ચલાવી રહેલી ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીએ કહ્યું કે આ બ્રેઈન ડ્રેઈનનો વિષય છે અને તેની તપાસ કરવામાં આવશે. હવે સરકાર પાસે આ મહત્ત્વપૂર્ણ સંસ્થાને ચલાવવા માટે ખુબ ઓછા વૈજ્ઞાનિકો બચ્યા છે. 

ચીની મીડિયામાં મોટી સંખ્યામાં રાજીનામા પડવા પાછળ અનેક કારણ ગણાવવામાં આવી રહ્યાં છે. આ કારણોમાં વૈજ્ઞાનિકોના પગારધોરણમાં ગડબડી અને તેમને અપાતી સરકારી સુવિધાઓની ઉણપ મુખ્ય કારણો ગણાવાયા છે. બીજી બાજુ ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓએ આ મહત્ત્વની રાષ્ટ્રીય સંસ્થાન પર કબ્જો જમાવેલો છે અને ત્યાંના વૈજ્ઞાનિકો પાસે જબરદસ્તીથી કામ કરાવવા માંગે છે.